ગાઝિયાબાદઃ શ્રદ્ધા મર્ડર કેસમાં બોયફ્રેન્ડે પોતાની ગર્લફ્રેન્ડના ટુકડા કરી નાખવાના ક્રૂર કિસ્સા પછી દિવસે દિવસે આ પ્રકારના કિસ્સાનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં આ જ પ્રકારનો કિસ્સો ઉત્તર પ્રદેશમાં બન્યો હતો.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે, જ્યાં પતિએ પત્નીના પ્રેમીની ક્ર્રૂરતાપૂર્વક હત્યા કરી નાખીને ટુકડા કરી નાખ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
ગાઝિયાબાદના ખોડા કોલોનીમાં આ બનાવ બન્યો હતો, જ્યાં રિક્ષાચાલકે પોતાની પત્નીના પ્રેમીની હત્યા કરવાના કિસ્સામાં ધરપકડ કરી હતી. પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરી હોવાનું જણાવ્યું હતું.
ખોડા પોલીસ સ્ટેશનની હદમાં હિંડન નહેરના કિનારેના રસ્તા પરથી શનિવારે એક શખસનો મૃતદેહ મળ્યો હતો. મૃતકની ઓળખ રાજસ્થાનના કોટપુતલી નગરના રહેવાસી અક્ષય કુમાર (23) તરીકે કરવામાં આવી છે અને એના કેસમાં મિલાલ પ્રજાપતિ (34) નામના રિક્ષાચાલકની ધરપકડ કરી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
આરોપીએ પોતાના ગુનાની કબૂલાત કરી લીધી છે અને કહ્યું હતું કે તેની પત્નીના અક્ષયની સાથે ગેરકાયદે સંબંધો હતો. એટલે અક્ષયની હત્યા કરીને તેના 15 ટુકડા કરવામાં આવ્યા હતા અને ત્રણ થેલીમાં ભરીને જંગલમાં ફેંકી દીધા હતા. પોલીસે વધુમાં કહ્યું હતું કે મિલાલની મોટી દીકરીનું થોડા દિવસ પહેલા આગામાં દાઝી ગઈ હતી અને દિલ્હીની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. મિલાલને બાળકોની સંભાળ રાખવાના બહાને પોતાની પત્નીથી ફોન કરાવીને અક્ષયને 19મી જાન્યુઆરીના બોલાવ્યો હતો. અક્ષયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, એમ ડેપ્યૂટી પોલીસ કમિશનર દિક્ષા શર્માએ જણાવ્યું હતું.
પોલીસે વધુમાં કહ્યું છે કે પ્રજાપતિને બીજી પત્ની છે અને તેના પહેલા લગ્ન પછી ત્રણ દીકરી સાથે એક સગીર વયની દીકરી છે, જ્યારે ચારેય સંતાનો ખોડા ખાતેના ઘરે રહેતા હતા. કહેવાય છે કે પ્રજાપતિની પત્ની કુમારના સંપર્કમાં ત્રણ વર્ષથી હતી. કુમારને મળવા અંગે વારંવાર મનાઈ કરવા છતાં તે તેના ઘરે (કોઈ ના હોય ત્યારે) આવતો હતો. આ કેસમાં પોલીસે ત્રણ થેલી પણ જપ્ત કરી છે અને કેસમાં વધુ તપાસ ચાલી રહી હોવાનું જણાવાયું હતું.