તું આગ પર ચાલી…અને શેતાનોને પણ હરાવ્યા…
બોલીવૂડની જાણીતી હિન્દી ફિલ્મ ‘કાઈ પો છે’થી ફિલ્મી કારર્કિદી શરુ કરનાર સુશાંત સિંહ રાજપૂતે 2020માં પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. પરિવારે સુશાંતના મોતના માટે રિયાને જવાબદાર ઠેરવી હતી ત્યારે મંગળવારે સુશાંતના મોત અંગે નવો દાવો કરવામાં આવ્યો છે કે સુશાંતની હત્યા થઈ હતી.
સુશાંતના મૃત્યુને લગભગ અઢી વર્ષ થઈ ગયું છે, પરંતુ હજુ પણ તેના મૃત્યુ અંગેની મિસ્ટ્રી જ રહી છે. આ મુદ્દે સીબીઆઈ પણ તપાસ કરી રહી છે. સામાન્ય રીતે સુશાંતના મોતને આત્મહત્યા માનવામાં આવે છે, પરંતુ અનેક લોકો તેના મોત અંગે સવાલ કર્યા છે. મંગળવારે જ તેનાના મૃત્યુ અંગે પોસ્ટમોર્ટમ વખતે હાજર રહેનારી વ્યકિતએ તેના મોતને હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું. આ વ્યક્તિના દાવાની સાથે અનેક લોકોએ દાવા પણ કર્યા છે ત્યારે તાજેતરમાં આ કેસમાં ફસાયેલી રિયા ચક્રવર્તીએ એક પોસ્ટ લખીને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો છે.
સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ લખ્યું છે કે ‘જ્યારે તને પોતાની ખૂદની તાકાત પર શંકા હોય ત્યારે યાદ રાખજે કે તું આગ પર ચાલી હતી અને ચક્રવાતનો સામનો કર્યો અને તે દુશ્મનોની વિરુદ્ધ જીત પણ મેળવી હતી. અને એની સાથે તેને ગુડ મોર્નિંગ’ પણ લખ્યું હતું.
સુશાંત સિંહે ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘છીછોરે’, ‘દિલ બિચારા’ અને ‘સોનચિડિયાં’ વગેરે ફિલ્મોમાં શાનદાર અભિનય કરી ચૂક્યો છે. સુશાંતે 14 જૂન, 2020માં પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી અને તેની ગર્લફ્રેન્ડ રિયા પર સુશાંતને ડ્રગ્સ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સુશાંતના પરિવારે આરોપ મૂક્યો હતો કે રિયાને કારણે સુશાંતનું મોત થયું હતું અને તેને કારણે રિયાને જેલમાં જવાની નોબત પણ આવી હતી.