બિહારના શિક્ષણ પ્રધાન ચંદ્રશેખરની હિંદુ ધાર્મિક ગ્રંથ રામચરિતમાનસ પરની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ બિહારનું રાજકારણ ગરમાયું છે. શિક્ષણ મંત્રીના આવા બફાટ પર પ્રતિક્રિયા આપતા અયોધ્યાના જગદગુરુ પરમહંસ આચાર્યએ મંત્રીને એક અઠવાડિયાની અંદર પદ પરથી હટાવવાની માગ કરી હતી. મીડિયા સાથે વાત કરતા દ્રષ્ટાએ કહ્યું, “જે રીતે બિહારના શિક્ષણ મંત્રીએ રામચરિતમાનસ પુસ્તકને નફરત ફેલાવતું પુસ્તક ગણાવ્યું છે, તેનાથી આખો દેશ દુખી છે, તે તમામ સનાતનીઓનું અપમાન છે, અને હું આ નિવેદન માટે કાયદાકીય કાર્યવાહીની માંગ કરું છું. કે તેમને એક સપ્તાહની અંદર મંત્રી પદ પરથી હટાવી દેવા જોઈએ.” આ દરમિયાન સંતે વિવાદાસ્પદ નિવેદન પણ કર્યું હતું. તેમણે માફી ના માગવા બદલ શિક્ષણ પ્રધાન ચંદ્રશેખરની જીભ કાપી નાખનારને 10 કરોડ રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી.
નોંધનીય છે કે શિક્ષણ પ્રધાન ચંદ્રશેખરે રામચરિતમાનસ પુસ્તકને નફરત ફેલાવનાર પુસ્તક ગણાવ્યું હતું. સંતે જણાવ્યું હતું કે, ‘શિક્ષણ પ્રધાન ચંદ્રશેખરના રામચરિતમાનસ વિશેના નિવેદનને કારણે આખો દેશ દુઃખી છે. આ સનાતનીઓનું અપમાન છે. હું આનિવેદન પર કાનૂની કાર્યવાહીની માગ કરું છું. તેમને પક્ષમાંથી બરતરફ કરવા જોઇએ. તેમણે એક અઠવાડિયામાં માફી માગવી જોઇએ. જો આમ ના થાય તો હું શિક્ષણ પ્રધાન ચંદ્રશેખરની જીભ કાપી નાખનાર વ્યક્તિને 10 કરોડ રૂપિયાનું ઇનામ આપીશ.’
સંતે વધુમાં જણાવ્યું હતું કે આવા પ્રકારની ટિપ્પણીઓ બિલકુલ સહન કરવામાં આવશે નહીં. રામચરિતમાનસ પાયાનું લખાણછે અને ભારતીય સંસ્કૃતિનો પાયો છે. તે દેશનું ગૌરવ છે. રામચરિતમાનસ પર આવા પ્રકારની ટિપ્પણી સહન કરવામાં આવશે નહીં.