બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીએ નિચલી કોર્ટના ચુકાદાને સુરત ખાતે સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. તેમની અરજી સ્વીકારવામાં આવી છે અને તેમને જામીન આપવામાં આવ્યા છે. હવે આગામી સુનાવણી ત્રીજી મેના રોજ થશે. રાહુલ બહેન પ્રિયંકા ખાતે સુરત આવ્યા હતા. અહીં વકીલો સહિત નેતાઓના કાફલા સાથે તેઓ સેશન્સ કોર્ટ પહોંચ્યા હતા. ગાંધીએ તેમને મળેલી બે વર્ષની જેલની સજા પર સ્ટે માગ્યો હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ રાહુલને જામીન મળ્યા છે અને આગામી સુનાવણી રોજ થશે. નીચલી અદાલતે તેમને બે વર્ષની સજા આપી હતી અને ઉપલી કોર્ટમાં અપીલ કરવા માટે 30 દિવસનો સમયગાળો આપ્યો હતો.
#WATCH | Congress leader Rahul Gandhi waves to the crowd as he leaves from District Court, Surat after filing an appeal against his conviction in the defamation case pic.twitter.com/0BmWTMAW0k
— ANI (@ANI) April 3, 2023
અગાઉ બદનક્ષી કેસમાં બે વર્ષની સજાને પડકારવા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બહેન પ્રિયંકા વાડરા સાથે સુરત આવી પહોંચ્યા હતા. નીચલી અદાલતે રાહુલ ગાંધીને જાહેર કરેલી સજાને પડકારતી અરજી સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ 68 પાનાની અરજી તૈયાર કરવામાં આવી છે, જેમાં જેલની સજા પર સ્ટેની માગણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
દરમિયાન રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહલોત, સહિત ત્રણ રાજ્યના મુખ્ય પ્રધાન અને ગુજરાત કોંગ્રેસના તમામ નેતા સવારે જ સુરત પહોંચી ગયા હતા. ગહલોતે જણાવ્યું હતું કે ચોર ચોરી કરીને દેશ ભાગી ગયા અને રાહુલે તેમના વિશે ટિપ્પણી કરી તો તેમને સજા કરવામાં આવી રહી છે. ગુજરાતના નેતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કાઢી અને લોકોને પ્રેમનો સંદેસ આપ્યો. મોંઘવારી, બેરોજગારી જેવા પ્રશ્નો સરકાર સામે લાવ્યા. આથી ભાજપની સરકાર બિનલોકશાહી ઢબે તેમને રંજાડવાનો પ્રયાસ કરી રહી છે. છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભુપેશ બઘેલ અને હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિન્દર સિંહ પણ રાહુલના સમથર્નમાં આવ્યા હતા. કોંગ્રેસના શક્તિ પ્રદર્શનને ભાજપે વખોડ્યો હતો અને કોર્ટ પર મનોવૈજ્ઞાનિક રીતે પ્રભાવ પાડવાનો પ્રયાસ ગણાવ્યો હતો. દરમિયાન સુરત પોલીસ દ્વાર કોંગ્રેસના ઘણા નેતાને ડિટેઈન કરવામાં આવ્યા હતા. તેમના વાહનોને રોકવામાં આવ્યા હતા. સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે અને રાહુલ ગાંધીના સેશન્સ કોર્ટ પહોંચ્યા બાદ ભીડને નિયંત્રણમાં રાખવામાં આવી રહી છે.