બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર તેની ફિલ્મ ‘મિલી’ને કારણે અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં આ ફિલ્મના સ્ક્રિનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલીવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી, પરંતુ એવરગ્રીન અભિનેત્રી રેખા આકર્ષણનું કેન્દ્ર બની હતી. નોંધનીય છે કે રેખાએ ફિલ્મોથી અંતર જાળવી રાખ્યું છે, પરંતુ તે અનેક કાર્યક્રમમાં સહભાગી થતી હોય છે. જોકે રેખા ફિલ્મોના સ્ક્રીનિંગમાં પણ દેખાતી નથી, પરંતુ તે ગઈકાલે રાત્રે જાહ્નવી કપૂરની ફિલ્મ જોવા ગઈ હતી. રેખાને અહીં જોઈને જાહ્નવી ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી.
રેખા અને જાહ્નવીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને ખૂબ જ પ્રેમથી મળતા જોવા મળ્યા હતાં.