મુંબઇ: શેરબજારમાં અફડાતફડીના જારી રહેલા દોરમાં મંગળવારના સત્રમાં રિયલ્ટી શેરોમાં સારી લેવાલી અને સુધારો રહ્યો હતો, જ્યારે મેટલ શેરોમાં ધોવાણ જોવા મળ્યું હતું. આ કારણસર આ સત્રમાં સેક્ટરલ ઈન્ડાયસીસમાં રિયલ્ટી ઈન્ડેક્સ સર્વાધિક વધ્યો હતો અને મેટલ ઈન્ડેક્સ સર્વાધિક ઘટ્યો હતો. સેન્સેક્સની ૦૯ કંપનીઓ વધી અને ૨૧ કંપનીઓ ઘટી હતી. આ સત્રમાં માર્કેટ કેપ રૂ. ૨૬૬.૦૪ લાખ કરોડ રહ્યું હતું. જે પાછલા સત્રમાં રૂ. ૨૬૬.૫૪ લાખ કરોડના સ્તરે હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મીડ કેપ ૦.૦૨ ટકા વધ્યો હતો, જ્યારે બીએસઈ સ્મોલ કેપ ૦.૧૬ ટકા વધ્યા હતા, જ્યારે બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૦.૨૭ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૨૪ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૨૩ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૨૩ ટકા, બીએસઈ ઓલ કેપ ૦.૨૨ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૨૮ ટકા ઘટ્યા હતા. આઈપીઓ ઈન્ડેક્સ ૦.૬૯ ટકા અને એસએમઈ આઈપીઓ ૦.૪૭ ટકા વધ્યા હતા.સેક્ટરલ ઈન્ડાયસીસમાં ફાઈનાન્સિયલ સર્વિસિસ ૦.૧૪ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૨૪ ટકા, બેન્કેક્સ ૦.૨૯ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૪૯ ટકા, રિયલ્ટી ૦.૭૭ ટકા અને સર્વિસિસ ૦.૪૧ ટકા વધ્યા હતા, જ્યારે ટેક ૦.૪૫ ટકા, પાવર ૦.૬૭ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૨૬ ટકા, કમોડિટીઝ ૦.૧૭ ટકા, કંઝ્યુમર ડ્રિસ્કિશનરી ૦.૩૯ ટકા, એનર્જી ૦.૨૬ ટકા, એફએમસીજી ૧.૧૩ ટકા, હેલ્થકેર ૦.૦૧ ટકા, આઈટી ૦.૪૦ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૧.૩૧ ટકા, યુટિલિટીઝ ૧.૧૫ ટકા, ઓટો ૦.૯૨ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૭૫ ટકા અને મેટલ ૧.૮૯ ટકા ઘટ્યા હતા. બધા ગ્રુપમાંથી એક્સ ગ્રુપની એક કંપનીને નીચલી સર્કીટ લાગી હતી. બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં મંગળવારે કુલ રૂ. ૮,૨૪૯.૨૪ કરોડનું ટર્નઓવર થયું હતું. કુલ ૨,૩૩૩ સોદાઓમાં ૮૨,૭૭૯ કોન્ટ્રેક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૫૩,૪૫,૦૦૫ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા.ઈન્ડેક્સ ફ્યુચરના ટ્રેડ થયેલા બે સોદામાં બે કોન્ટ્રેક્ટ સાથે રૂ. ૦.૧૯ કરોડનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ કોલ ઓપ્શનના ટ્રેડ થયેલા ૨,૧૯૦ સોદામાં ૮૧,૯૫૭ કોન્ટ્રેક્ટ સાથે રૂ. ૮,૧૭૩.૫૮ કરોડનું કામકાજ થયું હતું.