રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 06 એપ્રિલ, 2023 ના રોજ યોજાયેલી તેની દ્વિ-માસિક નાણાકીય નીતિની બેઠકમાં રેપોને 6.5% પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. RBIએ રેપો રેટ જાળવી રાખ્યો હોવા છતાં છેલ્લા 11 મહિનામાં એકંદરે વધારો 2.5% છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર સારી સ્થિતિમાં હોવાનું જણાય છે, તેથી હાલમાં રેપો રેટ વધારવાની જરૂર જણાતી નથી. તેથી સેન્ટ્રલ બેંકે અગાઉની સળંગ છ નીતિઓમાં રેપો રેટમાં વધારો કર્યા પછી હવે વિરામ લેવાનો નિર્ણય કર્યો છે. રેપો રેટ 6.50% પર યથાવત રાખવામાં આવ્યા છે. RBI મોનેટરી પોલિસી કમિટી (MPC) એ પોલિસી રેપો રેટને 6.50 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો અને અન્ય પોલિસી રેટ પણ યથાવત રાખવામાં આવ્યા હતા. “મોનેટરી પોલિસી કમિટીએ સર્વસંમતિથી 6..50 ટકાના દર રાખવાનો નિર્ણય લીધો હતો.
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા અણધારી રીતે રેપો રેટ યથાવત રાખવામાં આવ્યા બાદ ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે ઘટી ગયો હતો. RBI પોલિસીની જાહેરાત પહેલા રૂપિયો 81.88ની સામે યુએસ ડૉલર દીઠ 82.06 ના ઇન્ટ્રાડે નીચા સ્તરે ગબડી ગયો હતો.