Homeદેશ વિદેશRBIના બોર્ડે લીધો મોટો નિર્ણયઃ કેન્દ્રને આટલા કરોડનું ડિવિડંડ આપવાની મંજૂરી

RBIના બોર્ડે લીધો મોટો નિર્ણયઃ કેન્દ્રને આટલા કરોડનું ડિવિડંડ આપવાની મંજૂરી

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના બોર્ડે તેની બેઠકમાં કેન્દ્ર સરકારને ડિવિડન્ડ તરીકે રૂ. 87,416 કરોડ આપવાની મંજૂરી આપી છે. નાણાકીય વર્ષ 2021-22માં આરબીઆઈએ કેન્દ્ર સરકારને 30,307 કરોડ રૂપિયા ડિવિડન્ડ તરીકે આપ્યા હતા. આરબીઆઈએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આજની બોર્ડ મીટિંગમાં વર્તમાન વૈશ્વિક અને સ્થાનિક આર્થિક સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત, વર્તમાન વૈશ્વિક વૈશ્વિક રાજકીય વિકાસ સંબંધિત પડકારો અને તેની અસરોની સમીક્ષા કરવામાં આવી હતી.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં એપ્રિલ, 2022થી માર્ચ, 2023 સુધીની આરબીઆઈની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં નાણાકીય વર્ષ 2022-23 માટે આરબીઆઈના વાર્ષિક અહેવાલ સાથે આરબીઆઈના ખાતાઓને મંજૂરી આપવામાં આવી હતી.

2023-24ના બજેટમાં સરકારે બેંકો અને આરબીઆઈ સહિત રૂ. 48000 કરોડનું ડિવિડન્ડ મેળવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જે ગયા વર્ષે, જ્યારે સરકારે બેન્ક-આરબીઆઈ માટે ડિવિડન્ડ તરીકે રૂ. 73,948 કરોડનો લક્ષ્યાંક રાખ્યો હતો, ત્યારે તેને માત્ર રૂ. 40,953 કરોડ મળ્યા હતા. પરંતુ આ વર્ષે તેને સરકારના અંદાજ કરતાં વધુ ડિવિડન્ડ મળ્યું છે.

આરબીઆઈ તરફથી સરકારને મળેલા આ ઉત્તમ ડિવિડન્ડ બાદ કેન્દ્ર સરકારને રાજકોષીય ખાધ ઘટાડવામાં મદદ મળશે. આ ઉપરાંત, આગામી વર્ષ પણ ચૂંટણીનું છે, તેથી સરકારને આ ભંડોળની જરૂર હતી જેથી પ્રજાલક્ષી કામગીરી પૂરી કરવામાં એ મદદરુપ બની શકે છે. આરબીઆઈના બોર્ડની બેઠકમાં ગર્વનર શક્તિકાંત દાસના સિવાય ડેપ્યૂટી ગવર્નર સિવાય અન્ય ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -