Homeદેશ વિદેશ100 રૂપિયાનો નવો સિક્કો જોવાની તાલાવેલી છે? ટૂંક સમયમાં જ લોન્ચ કરાશે...

100 રૂપિયાનો નવો સિક્કો જોવાની તાલાવેલી છે? ટૂંક સમયમાં જ લોન્ચ કરાશે આ સિક્કો…

અત્યાર સુધી આપણે એક રૂપિયા, બે રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા અને 20 રૂપિયાના સિક્કા જોયા હશે, પણ હવે આ જ સિલસિલામાં આગળ વધતાં આરબીઆઈ દ્વારા હવે 100 રૂપિયાનો નવો સિક્કો (Rs 100 Coin) બહાર પાડવામાં પણ જોવા મળશે. સરકાર ટૂંક સમયમાં જ આ નવો 100 રૂપિયાનો સિક્કો જારી કરવાની દિશામાં આગળ વધી રહી છે. આ 100 રૂપિયાનો સિક્કો અત્યાર સુધીના તમામ સિક્કાઓથી અલગ હશે અને સરકાર દ્વારા આ બાબતનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

કેન્દ્રીય ઓથોરિટી હેઠળ ટંકશાળમાં માત્ર એક સો રૂપિયાના મૂલ્ય વર્ગના સિક્કાને ઢાળવામાં આવશે. હવે આટલી માહિતી જાણ્યા બાદ તમને થશે કે આખરે આ નવો 100 રૂપિયાનો સિક્કો ક્યારે લોન્ચ કરવામાં આવશે આવો તમને તમારા સવાલનો જવાબ આપીએ અને જણાવીએ આ 100 રૂપિયાનો સિક્કો કેવો દેખાશે.

નોટિફિકેશન પ્રમાણે સિક્કોનો આકાર 44 મિલીમીટરનો હશે. તે ચાર ધાતુઓ- ચાંદી, તાંબુ, નિકલ અને જસતથી બનાવવામાં આવશે. સરકાર તરફથી એવું પણ જણાવવામાં આવ્યું છે કે સિક્કાના આગળના ભાવમાં અશોક સ્તંભ હશે અને તેની નીચે સત્યમેવ જયતે લખેલું હશે. સો રૂપિયાના સિક્કા પર માઇક્રોફોનનું ચિહ્ન બનાવવામાં આવશે. સિક્કાની એક બાજુ ભારત અને બીજી સાઇડ પર INDIA એવું લખવામાં આવશે અને આ શીર્ષકની નીચે ₹ નું ચિન્હ જોવા મળશે.

સિક્કો કેવો દેખાશે એ તો જાણી લીધું કે પણ સિક્કો ક્યારે લોન્ચ કરવામાં આવશે એ બાબતે વાત કરીએ તો આ સિક્કો કદાચ આ મહિનાના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રેડિયોના માધ્યમથી મન કી બાત (Mann Ki Baat) કાર્યક્રમને સંબોધિત કરે છે. ટૂંક સમયમાં જ આ કાર્યક્રમના 100 એપિસોડ પૂરા થવા જઈ રહ્યા છે. આ પ્રસંગે 100 રૂપિયાનો સિક્કો લોન્ચ કરવામાં આવશે. એટલું જ નહીં પણ સિક્કા પર ‘મન કી બાત 100’ એવું પણ લખેલું હશે.

30મી એપ્રિલના પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમના 100માં એપિસોડનું પ્રસારણ થશે અને આ માટે ભાજપ દ્વારા ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા એક લાખથી વધુ બૂથ પર તેનું પ્રસારણ લોકો સાંભળી શકે એ માટેનું આયોજન પણ કરી રહી છે. પાર્ટીની એવી ઈચ્છા છે કે દુનિયાભરમાં આ 100માં એપિસોડનું પ્રસારણ કરવામાં આવે. અહીં નોંધનીય છે કે પીએમ મોદીના મન કી બાત રેડિયો પ્રસારણની શરૂઆત ત્રીજી ઓક્ટોબર 2014ના દશેરા પર થઈ હતી અને ત્યારથી આ શો લોકોમાં ખાસ્સો એવો લોકપ્રિય થઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -