Homeઆપણું ગુજરાતરીવાબા વતી રવિન્દ્ર જાડેજા ઉતર્યા મેદાને, કહ્યું ‘વડાપ્રધાન મોદીના પગલે ચાલીને લોકસેવા...

રીવાબા વતી રવિન્દ્ર જાડેજા ઉતર્યા મેદાને, કહ્યું ‘વડાપ્રધાન મોદીના પગલે ચાલીને લોકસેવા કરવાની ઈચ્છા છે.’

ભાજપે જામનગર ઉત્તર બેઠક પરથી સ્ટાર ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજાને ઉમેદવાર જાહેર કર્યા છે. જેને લઈને રવિન્દ્ર જાડેજા ઉતર્યા મેદાને ઉતાર્યા છે ગઈકાલે તેમણે ટ્વીટર પર એક વિડીયો પોસ્ટ કરી રીવાબાને સાથ આપવા જામનગરની જનતાને અપીલ કરી હતી.

આજે રવીન્દ્ર જાડેજા જામનગરમાં ભાજપના ચૂંટણીના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહ્યા હતા. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ હાજરી આપી રીવાબાને શુભકામનાઓ આપી હતી.
આજે જામનગર ઉત્તર અને જામનગર દક્ષિણ વિધાનસભાના ચૂંટણીના કાર્યાલયનું ઉદઘાટન દરમિયાન ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ રીવાબા સાથે હાજરી આપી હતી. તેણે રીવાબાને લઈને જણાવ્યું હતું કે ‘ભારતીય જનતા પાર્ટીના મોટા ગજાના નેતાઓ, વડીલો પાસેથી રીવાબાને ઘણું શીખવાનું છે. આ તેની પહેલી મેચ છે, તેને ઘણું આગળ જવાનું છે. નાનામાં નાના માણસના પ્રશ્ન હલ થાય તેવા ધ્યેય સાથે રીવાબા પાર્ટીમાં જોડાયા હતા અને હવે ટિકિટ મળતાં ચૂંટણી લડશે. તેની ઈચ્છા વડાપ્રધાનના નરેન્દ્ર મોદીના પગલે ચાલીને લોકોની સેવા કરવાની છે.’

રીવાબાએ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી.

રીવાબા મૂળ રાજકોટનાં વતની છે. તેના પિતા રાજકોટના મોટા ઉદ્યોગપતિ છે. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ તેઓ સામાજિક કાર્યોમાં સક્રિય છે. વર્ષ 2016માં તેમણે ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યાં હતાં. 2019ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાયાં હતાં. રવીન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા અને બહેન નૈના બહેન પણ રાજકારણ સાથે જોડાયેલા છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -