Homeધર્મતેજરવિસાહેબ કૃત ખીમસાહેબનો ઉમાવ

રવિસાહેબ કૃત ખીમસાહેબનો ઉમાવ

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

નિરંજન રાજ્યગુરુ
રવિસાહેબનું સમગ્ર સાહિત્ય અવલોક્તા મને તેઓ બહુ મોટા ગજાના તત્ત્વવેત્તા અને મેજર રાઈટર જણાયા છે. ગુરુ ભાણસાહેબનો આદ્ય નાદ-શક્તિપાત એમનામાં. પછી બૂંદશિષ્ય ખીમસાહેબમાં સમકાલીન, પણ રવિસાહેબનું આયુષ્ય સુદીર્ઘ, ખીમસાહેબની સમાધિના પણ તેઓ સાક્ષ્ાી. એટલે એમના નિર્વાણ સમયે-સમાધિ પછીના સંત ભંડારામાં ગાયેલો, પ્રસ્તુત કરેલો બન્ને ખરા ઉમાવ મને ભારે મહત્વનો જણાય છે.
ભાણસાહેબની આજ્ઞાથી ખીમસાહેબની સાથે એકત્વ અને એકાત્મતત્ત્વ સંદર્ભે તેમનો વિમર્શ-સત્સંગ ખૂબ થયેલો. ખીમ-રવિ જકડી -પ્રશ્નોત્તરી સંતવાણીની દાર્શનિક પીઠિકાનું તેજસ્વી પ્રકરણ છે. ખીમસાહેબમાં ખીલેલી સંતચરિત્રની શ્રેષ્ઠ મૂલ્યપ્રતિભાના તેઓ સાક્ષ્ાી હતા. એમનાં પ્રત્યક્ષ્ા સહવાસના સંભારણામાં ખીમસાહેબની અખિલાઈનું ગુણસંર્ક્તિન રવિસાહેબ ારા ઉમાવ રચનામાં નિરૂપાયું છે. પરચરી રચના તો ભાણસાહેબ વિશેની એમણે રચી એ પણ અધુરી રહેલી. જયારે પુરી લઘુપરચરી ગણી શકાય એવી ખીમસાહેબની પણ ઉમાવરચના ખૂબ મહત્વની છે.
ગુરુવર્ય ભાણસાહેબ પુત્ર ખીમસાહેબ સાથે તેમને કેવો પ્રગાઢ અનુબંધ હશે, એ બન્નેની પ્રજ્ઞાશક્તિ, તત્ત્વઅભિજ્ઞતા અને માનવીયમૂલ્યોની જાળવણી કેવી ઉંચાઈ ધરાવતી હશે તેનો પરિચય રવિસાહેબની રચેલી ખીમસાહેબ વિષ્ાયક ઉમાવ રચનામાં નિહિત છે. એક છેડેથી ખીમ પ્રગટે છે પણ બીજે છેડેથી રવિસાહેબની પ્રતિભા અને પ્રતિમાનું દર્શન થાય છે. ખીમસાહેબનું સમાધિવર્ષ્ા ઈ.સ.૧૮૦૧ અને રવિસાહેબનું સમાધિવર્ષ્ા ઈ.સ.૧૮૦૪. પછીથી કહેવાય છે કે રવિસાહેબ શબદ સાધનાલીન જ રહેતા. અશક્ત પણ ઘણાં હતા. ખીમસાહેબના નિર્વાણથી ભાંગી પડયા હશે એવું એમનું એ અવસ્થાનું પોતાનું મનોવેદનાનું નિરૂપણ ખીમસાહેબના ઉમાવમાં અવલોક્વા મળે છે. સંભવત: આ રચનાને એમની અંતીમ રચના ગણાવી જોઈએ. માંડ ત્રણેક વર્ષ્ાની અવધિનું જીવન અલખની આરાધનામાં જ વીત્યું હશે. આરાધ ઢંગની, કચ્છી સિંઘુડાની ખરજની આ રચના ભાઈ નિરંજન રાજયગુરુના કંઠે સાંભળવાનું મને સદભાગ્ય મળ્યું છે. ગાનના એ શ્રવણપાનની અનુભૂતિ અર્થઘટનમાં મને સહાયભૂતથઈ છે, એ આસ્વાદીએ..
ખેમ ખલક દરિયાવરા બ્રહ્મસાગર, ભાવરા ઓચિંતા ચાલ્યા
મૃત્યુલોક મેલી કરી, અમરલોકમેં માલ્યા.
…૧
વરણાશ્રમ સૌ જગતમેં, તરણાં માતર જાણ્યા રાજા રંક બરાબરી, મગન થઈને માણ્યા.
…ર
પ્રેમ છક્યા રહે નેણમાં, નિરગુણ નિરવાણી
માન વડાઈથી વેગળા, કુળ કાણ ન આણી.
…૩
ત્રણ લોક ડંકા વાગીઆ, સાચા સરવંગીં
અનહદ વાજાં વાગીઆ, અનભે અણલંગી.
…૪
પાસે આવ્યાને પરબોધિયાં, ઊંચ નીચ ન જોયાં જે કોઈ ચરણે આવીઆ, તેના સંશય સબ ખોયા. …પ
નાગર ફૂલ નિરવીખ કરયા, ત્રિકમદાસને તારયા સમષ્ટિ શીતળ થયા, પહોંચ્યા ભવ પારા. …૬
ગંગારામ ગંભીરના, જીવન પ્રાણ આધારા
રામ મલુક પાળુ પ્રેમના, આશા પુરણહારા.
…૭
ભાણ કબીર રવિ એક ગણ્યા, પુરણ પ્રીતિ અભંગા
જીવન શામ આરાધમાં, બદલાએ નહી
રંગા. …૮
પરમારથી પાકા મતા, પૂરિયા સહુના કોડ
પંકાયા સચરાચરે, ખેમ રવિની જોડ. …૯
અમોને મેલ્યા એકલા, આગળ કરિયા પરિયાણ
વહેલી વાર કરી તેડજો, રૂદય કમળના
જાણ. …૧૦
આદિ અંતે મધ્યમાં, સાચું નામ નિશાન
રવિદાસની વિનતિ, સાક્ષ્ાી સદગુરુ
ભાણ. …૧૧
આ ઉમાવમાં ખીમસાહેબને બ્રહ્મસાગરની ઉપમા આપી છે. બ્રહ્મવિદ્યાના સાધક – ઉપાસક અને સિદ્ધ યોગી મૃત્યુલોક છોડીને અમરત્ત્વના પંથે નીકળ્યા, સમરસતા સમભાવશીલતા અને વર્ણવ્યવસ્થાના શ્રીમંત-ગરીબીનાં ભાવને તોડીને શિષ્યવૃંદ સ્થાપનારા સદાચારી અને સમાજનાં નિર્માણ માટે પ્રબોધન કરનારા, નિર્ગુણના ઉપાસક તરીકેની ઓળખ રવિસાહેબ ભાવકોને કરાવે છે. કૂળને અને માન-સન્માનને ત્યાગીને ત્રણે લોકમાં નામના મેળવનારા સાચા સરવંગી સાધુ, અણલીંગી ઉપાસક અને એમની સમીપ આવનારના સંશયનો નાશ કરીને એમને પ્રબોધનારા તથા ત્રિકમસાહેબને તારનારા અને ગંગાસાહેબ તથા સેવકોને સાચી સાધના માટે તારણહાર સમાન, મૂલૂકદાસ વગેરેના પણ દીશાદર્શક તરીકે ખીમસાહેબને રવિસાહેબે ગણ્યા જણાય છે.
ભાણ અને કબીરનું એકત્વ સમજનારા અને એમના પરત્વેની પૂર્ણ શ્રદ્ઘાને સમજાવનારા સાચા સંતનો રંગ ક્યારેય બદલાયો નથી. બધે એમની નામના થઈ તથા ખીમસાહેબ અને રવિસાહેબની જોડીને પ્રસિદ્ઘિ અપાવનારા અમને એકલા મૂકીને નીકળી પડયા. આગળ નીકળી ગયા પરંતુ હવે અમને જલદીથી મોક્ષ્ાગતિ-સમાધિ માટે પ્રેરજો એવી વિનતી કરતા જણાય છે. પોતાના હૃદયકમળની સાધનાને જાણનારા. આ બ્રહ્માંડના-જગતના આદિ, મધ્ય અને અંતને જાણી લેનારા સંત તમે જ સાચુ નિશાન તાક્યું. સદ્ગુરુ ભાણસાહેબ એના સાક્ષ્ાી છે. રવિદાસની વિનંતી સ્વીકારજો. ખીમસાહેબ જેવા મહાન યોગી, સાધન સિદ્ઘિની અવસ્થાને-પ્રાપ્તિને પામી ગયેલા રવિસાહેબ ભારે મોટા સાધક હતા. ખીમસાહેબની સિદ્ઘિ સ્થિતિના જાણકાર પણ હતા. એટલે એમના નિર્વાણ પછી રવિસાહેબ સાચી સ્થિતિ મોક્ષ્ાની માનીને નિર્વાણ સ્થિતિની પ્રાપ્તિ માટે ઉપાસના કરીને બહુ થોડાં વર્ષ્ાો બાદ સમાધિ લીધેલી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -