નાગપુરઃ નાગપુર ખાતે આજથી શિયાળુ સત્રનો પ્રારંભ થયો અને આ સત્રમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પણ હાજરી આપવા પહોંચ્યા હતા. પરંતુ ઉદ્ધવ ઠાકરેની હાજરી પર નિશાનો સાધતા વિધાનસભ્ય રવી રાણાએ તીખા વેણ સંભળાવ્યા હતા. તેમણે ઉદ્ધવ ઠાકરેનો બાપુ અને આદિત્ય ઠાકરેનો પપ્પુ એવો ઉલ્લેખ કર્યો હતો. ઉદ્ધવ અને આદિત્ય બંને સત્રમાં હાજરી આપવા વિદર્ભ પહોંચ્યા છે, પણ મારી એમને વિનંતી છે કે આ સત્ર સારી રીતે ચાલવા દેજો. કોઈ પણ પ્રકારનું રાજકારણ કરશો નહીં. તમે ક્યારેય અહીં સત્ર ભર્યું નહીં અને તમારા પ્રધાનો ક્યારે અહીં આવ્યા નથી. તમે ખુદ વિદર્ભમાં રોકાયા નથી. તમારા અઢી વર્ષના રાજમાં જામી ગયેલી ધૂળ સાફ કરવાનું ખૂબ જ જરુરી હતું, એવા શબ્દોમાં રવી રાણાએ ઠાકરે પર ટીકા કરી હતી.