બોલીવૂડ અભિનેત્રી રવિના ટંડન એક વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર પણ છે એ ગણ્યાગાંઠ્યા લોકો જાણે છે. દર વર્ષે તે દેશના વિવિધ જંગલ અને અભ્યારણ્યોમાં જાય છે અને ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરે છે. તાજેતરમાં રવિનાએ શેર કરેલો વીડિયોને કારણે વિવાદ ઊભો થયો છે. ભોપાલના વન વિભાગમાં વાઘને પથ્થર મારવા પર રવિના વ્યક્તિને સમજાવતી જોવા મળી હતી અને વનવિહારની સુરક્ષા વિશે સવાલો ઉઠાવ્યા હતા, પરંતુ તે પોતે હવે વિવાદમાં ફસાઈગઈ છે. મધ્યપ્રદેશના મર્મદાપુરમમાં સાતપુરા ટાઈગર રિઝર્વમાં રવિનાએ જંગલ સફારી મજા માણી હતી.
#bandhavgarh ♥️🐯 pic.twitter.com/l4ENp4jJ3P
— Raveena Tandon (@TandonRaveena) November 28, 2022
મેનેજમેન્ટનું કહેવું છે કે, ટાઇગરના વીડિયો શૂટમાં નિયમોની અવગણના કરવામાં આવી છે. રવિનાએ પોતે 25 નવેમ્બરે જંગલ સફારીનો એક વીડિયો ટ્વીટ કર્યો હતો. વીડિયોમાં જીપ્સી વાઘની ખૂબ જ નજીક હતી અને વાઘ આગળ ગર્જના કરતો હતો. તેનાથી તેનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. સતપુરા ટાઈગર રિઝર્વ મેનેજમેન્ટે રવિના ટંડન સામે તપાસના આદેશ આપ્યા છે.
Close encounters of all kinds are pretty regular and uploaded by all.God forbid it happens to be a famous person in the vehicle. Guess whose fault is it then? pic.twitter.com/opT8cDVxEU
— Raveena Tandon (@TandonRaveena) November 30, 2022
સતપુરા ટાઈગર રિઝર્વના નિયમો અનુસાર સફારી દરમિયાન જીપ્સીનું જંગલી પ્રાણીઓથી અંતર ઓછામાં ઓછું 20 મીટર હોવું જોઈએ. પરંતુ રવિના ટંડને આ નિયમોનું પાલન કર્યું નથી! સતપુરા ટાઈગર રિઝર્વ મેનેજમેન્ટે આ અંગે તપાસના આદેશ આપ્યા છે. જો રવિના દોષી સાબિત થશે તો તેની સામે પણ યોગ્ય કાર્યવાહી થઈ શકે છે.