(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રેશનકાર્ડ ધારકોને માટે રાજ્ય સરકારે મોટી ખુશખબર આપી છે. રેશનકાર્ડ ધારકોને ૨૧ કિલો ઘઉં અને ૧૪ કિલો ચોખા મફત આપવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે.
અંત્યોદય રેશનકાર્ડ ધરાવતા લોકો માટે કરવામાં આવેલી જાહેરાત મુજબ આટલા અનાજની સાથે તેલ અને મીઠું પણ મફતમાં આપવામાં આવશે. આમ હવે રેશનકાર્ડ ધારકોને મફતમાં અનાજનો વધારાનો ક્વોટા મળશે.
સમાજના આર્થિક દૃષ્ટિએ પછાત વર્ગો માટે રાજ્ય સરકાર તરફથી અનેક યોજના અમલમાં મૂકવામાં આવે છે અને તેમાંથી અંત્યોદય યોજના એક છે. અંત્યોદય યોજના હેઠળ રાજ્યના ટીપીડીએસ હેઠળ સમાવિષ્ટ બીપીએલ કુટુંબોમાંથી એક કરોડ ગરીબ કુટુંબોને ઘઉં રૂ. ૨.૦૦ પ્રતિકિલો અને ચોખા રૂ.૩.૦૦ પ્રતિકિલોના દરે આપવામાં આવશે.