થાણે: એક્સપ્રેસ ટ્રેનમાં કિશોરીનો કથિત વિનયભંગ કરવા પ્રકરણે મદરેસાના શિક્ષકની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હોવાનું રેલવે પોલીસે જણાવ્યું હતું.
કિશોરી પુણેથી સિંહગઢ એક્સપ્રેસમાં મુંબઈ આવી રહી હતી. બિહારના સીતામઢીનો ૨૯ વર્ષનો આરોપી પણ ટ્રેનમાં હતો. તેણે ટ્રેનમાં કિશોરીના વીડિયો અને ફોટા પાડ્યા હતા. આરોપી બાદમાં કિશોરીને અયોગ્ય સ્પર્શ કરવા લાગ્યો હતો, એમ કલ્યાણ રેલવે પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર મૂકેશ ધાગેએ જણાવ્યું હતું.
દરમિયાન કિશોરીએ હિંમત કરીને બૂમાબૂમ કરતાં અન્ય પ્રવાસીઓ મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે આરોપીને પકડી પાડ્યો હતો અને બાદમાં તેને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ ભારતીય દંડસંહિતા અને પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. આ ઘટના કર્જતમાં બની હોવાથી કેસ કર્જત પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
(પીટીઆઇ)