મુંબઈ: ઘાટકોપરમાં માનસિક રીતે અક્ષમ ૧૭ વર્ષની સગીરા પર શૌચાલયમાં બળાત્કાર ગુજારવા પ્રકરણે ત્રણ કિશોરને પકડી પાડવામાં આવ્યા હતા. ત્રણેય જણે સગીરાનો અશ્ર્લીલ વીડિયો પણ ઉતાર્યો હતો, જે સગીરાના ભાઇને મિત્રને હાથ લાગ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર ઘાટકોપર પશ્ર્ચિમમાં રહેતી સગીરા ગુરુવારે રાતે શૌચાલય જઇ રહી હતી ત્યારે ત્રણેય કિશોર ત્યાં આવ્યા હતા. તેઓ સગીરાને શૌચાલયમાં લઇ ગયા હતા, જ્યાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેમણે સગીરાનો અશ્ર્લીલ વીડિયો બનાવ્યો હતો. દરમિયાન આ વીડિયો લિક થયો હતો અને સગીરાના ભાઇને મિત્રને હાથ લાગ્યો હતો. તેણે આની જાણ સગીરાના ભાઇને કરી હતી.
આ પ્રકરણે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં શુક્રવારે ફરિયાદ નોંધાવવામાં આવતાં ગુનો દાખલ કરાયો હતો. પોલીસે ત્રણેય કિશોરને બાદમાં ઝડપી પાડ્યા હતા. ત્રણેય જણ પંદરથી ૧૭ વર્ષની વયના છે અને એક જ વિસ્તારમાં રહે છે.