બોલીવૂડના બાજીરાવ અને ફિલ્મ એક્ટર રણવીર સિંહ અવારનવાર તેની ચિત્ર વિચિત્ર ફેશન સેન્સને કારણે ટ્રોલિંગ કે પછી ચર્ચાનું કારણ બનતો હોય છે. જો કપડાં ઠીકઠાક હોય તો તેની હરકતથી લોકોને ચોંકાવી દે છે. આવી જ એક હરકત રણવીરે કરી હતી. વાત જાણે એમ હતી કે રણવીર એક ઈવેન્ટમાં પહોંચ્યો અને ત્યાં કચરો સાફ કરવા લાગ્યો હતો, જોત જોતામાં સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ ગયો હતો અને રણવીરની આ સ્ટાઈલ પર પણ ફેન્સ તરત જ રિએક્શન આપવા લાગ્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે રણવીર સિંહ મંગળવારે એક સલૂનના લોન્ચિંગમાં પહોંચ્યો હતો. આ દરમિયાન તે ગ્રે કલરના પેન્ટ અને બ્લેક ટી-શર્ટમાં જોવા મળ્યો હતો. જેવો રણવીર સિંહ પાપારાઝીની સામે પહોંચ્યો કે તરત જ તેને ગ્રીન કાર્પેટ પર કચરો દેખાયો અને રણવીર આ કચરાને ઉચકવા માટે નીચે ઝૂક્યો. બસ રણવીની આ હરકતનો વીડિયો પાપારાઝી વિરલ ભાયાણી દ્વારા શેર કરવામાં આવ્યો હતો અને બાજીરાવ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યો.
ગંદગી જોઈને રણવીર સિંહ રહી શકાયું નહીં અને નીચે ઝૂકીને કેમેરામેનની સામે સફાઈ કરવા લાગ્યો હતો. ત્યાં પડેલો કચરો રણવીરે ઉપાડ્યો અને પછી આગળ વધ્યો હતો. હવે રણવીર સિંહના આ વીડિયો પર ફેન્સ ઘણા રિએક્શન આપી રહ્યા છે. રણવીરના ગાર્બેજ કલેક્શનના આ વીડિયો પર ફેન્સ અલગ અલગ રીતે રિએક્શન આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું, ભારતના રસ્તાઓ પર પણ ઘણો કચરો છે… તેને ક્યારેય ઉપાડવામાં આવ્યો નથી… મીડિયાના લોકો છે તેના માટેનો આ સ્ટંટ છે… આ ખૂબ જ ખોટું છે.
જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, 50 રૂપિયા કટ ઓવરએક્ટિંગ માટે. એક વ્યક્તિએ વીડિયો જોઈને દીપિકાનો ઉલ્લેખ કર્યો હતો. યુઝરે કહ્યું, દીપિકા પાદુકોણ ખૂબ જ સાફ સફાઈ કરે છે. દીપિકાએ ઘણી વખત આ વાતનો ખુલાસો પણ કર્યો છે કે તે તેના ઘરમાં વસ્તુઓ ખૂબ જ સ્વચ્છ રાખે છે. હવે બની શકે છે કે તે તેની લાઈફસ્ટાઈલનો ભાગ બની ગયો હોય…