રંગીન ઝમાને – હકીમ રંગવાલા
હિન્દી ફિલ્મ બ્લેકમેઈલ, ઝીલ કે ઉસ પાર, જવાર ભાટા, કહાની કિસ્મત કી, યાદો કી બારાત, કીંમત, લોફર અને જૂગનુ. આ ફિલ્મોમાં કોમન ફેક્ટર એ છે કે હીરો ધર્મેન્દ્ર છે અને બીજું કોમન એ કે આ બધી ફિલ્મો ૧૯૭૩માં રિલીઝ થયેલ છે!
—
જૂગનુ ફિલ્મ સુપરહિટ ફિલ્મની ફોર્મ્યુલા હતી, છે, અને રહેશે.એસ.ડી.બર્મનનું સંગીત અને આનંદ બક્ષીનંા ગીતો.
૧. ગીર ગયા ઝૂમકા,ગીરને દો…૨.તેરા પીછા ના છોડુગા સોનીયે…૩. જાને ક્યાં પીલાયા તુને બડા મજા આયા…૪. મેરી પાયલીયા ગીત તેરે ગાયે…૫. જબ બાગો મેં જુગનુ ચમકે આધિ રાત કો… અને એક બાળકો સાથેનું કિશોરકુમારનું ગીત. પ્રમોદ ચક્રવર્તી-આનંદબક્ષી-સચીનદેવ બર્મન-ધર્મેન્દ્ર-હેમા-પ્રાણ:
આ ષટકોણ આ અગાઉ પનયા ઝમાનાથ ફિલ્મમાં પણ હતો,જેની સફળતાએ વળી પાછા આ છ કલાકારોને ભેગા કર્યા જુગનુથમાં.
ધર્મેન્દ્ર, હેમા માલિની, પ્રાણ, પ્રેમ ચોપરા, અજીત, કમલ કપૂર, મનમોહન અને મહેમુદ. પ્રમોદ ચક્રવર્તીની ફિલ્મ અને બહેતરીન મનોરંજક હિન્દી ફિલ્મ કોને કહેવાય એની ટેક્સ્ટ બુક. ‘જુગનુ’ ફિલ્મનું સર્વશ્રેષ્ઠ આકર્ષણ ધર્મેન્દ્ર-હેમા માલિનીની જોડી છે! સિનેમાના રૂપેરી પરદા પર કોઈ કલાકાર જોડી આટલી હદે જામતી હોય અને દર્શકોમાં લોકપ્રિયતા મેળવી હોય એવું કોઈ બીજું ઉદાહરણ આખી દુનિયાનાં ફિલ્મજગતમાં જોવા નથી મળતું! લગભગ ૨૫ જેટલી ફિલ્મો તો આ જોડીની સુપરહિટ અને બ્લોકબસ્ટર શ્રેણીમાં બિરાજે છે!
દિવસે જાણીતા પ્રતિષ્ઠિત બિઝનેસમેન ‘અશોક રાય’ અને રાત્રે ખૂબ બુદ્ધિશાળી ચોર ‘જુગનુ‘ની ભૂમિકા ધર્મેન્દ્રએ જાનદાર ભજવેલી અને ઝુમમર પર લટકાઈને સોના, હીરાની માછલી ચોરવાની ચોરી કાબિલે દાદ. આ માછલી ચોરી કરવાની સિક્વન્સ એટલી લોકપ્રિય થયેલી કે ફિલ્મ રસિયાઓ આ સિક્વન્સ જોવા માટે થિયેટરમાં વારંવાર જતા ટિકિટ ખર્ચીને! પણ વાસ્તવિકતા એ છે કે આ આખી સુપર્બ ચોરીની સિક્વન્સ એક અમેરિકન ફિલ્મમાંથી ઉપાડેલી છે પ્રમોદ ચક્રવર્તી એ! એરિક સકલમ્બર નામના લેખકે એક નવલકથા ધ લાઈટ ઓફ ડેથનામથી લખેલી અને એ જ નવલકથા નો બેઝ લઈને પટોપ કાપીથનામની અમેરિકન અંગ્રેજી ફિલ્મ ડિરેકટર જુલિયન ડાસીએ ડિરેક્ટ કરી બનાવી. મેલીના મરક્યુરી, મેક્સિમિલન સ્કેલન અને મશહૂર અભિનેતા પીટર ઉત્સીનોવને લઈને બનાવેલી આ ફિલ્મમાં તુર્ક સામ્રાજ્ય ની ક્લાસિક રત્નજડિત નાનકડી તલવાર જેવું શસ્ત્ર ચોરવાની વાત હતી અને એ ચોરી આ ફિલ્મમાં ઊંધા માથે લટકીને ધર્મેન્દ્ર જૂગનુમાં કરે છે એ જ સેમ ટુ સેમ સિક્વન્સ હતી! આ ફિલ્મમાં અભિનેતા પીટર ઉત્સીનોવને બેસ્ટ સ્પોર્ટિંગ એક્ટરનો એવોર્ડ પણ મળેલો. આગળ જતાં ડિરેકટર મુકુલ આનંદે પણ આ અમેરિકન ફિલ્મ પટોપ કાપીથની પ્રેરણાથી હિન્દી ફિલ્મ ‘મેં બલવાન’ બનાવેલી જેમાં ધર્મેન્દ્ર અને મિથુન ચક્રવર્તી હતા.
પ્રમોદ ચક્રવતી એ અનેક ફિલ્મો ડિરેક્ટ કરી દિગ્દર્શક તરીકે અને અમુક ફિલ્મો પોતે નિર્માતા-નિર્દેશકની ભૂમિકા ભજવીને બનાવી. પટવેલવ ઓ ક્લોકથ ફિલ્મ ડિરેક્ટ કરીને ૧૯૫૮થી પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરી, આ ફિલ્મમાં ગુરુદતને હીરોની ભૂમિકા મળી હતી. આ ફિલ્મ પછી બે કે ત્રણ વર્ષ પ્રમોદ ચક્રવર્તીને સફળતા જોવા ન મળી, પસંજોગથ જેવી એક વધુ નિષ્ફળ ફિલ્મ આપી. પજિદ્દીથ ફિલ્મ સાથે સફળતાની સીડી ચડવાની શરૂઆત થઈ અને ‘લવ ઇન ટોકિયો’ , ‘તુમ સે અચ્છા કૌન હૈ’ , પડ્રિમ ગર્લથ અને પ વોરંટથ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી પછી પોતે પ્રોડ્યુસર-ડિરેકટરની બેવડી ભૂમિકા ભજવીને ‘પ્રમોદ ફિલ્મ્સ’ના બેનર તળે ‘નયા ઝમાના’ , ‘જુગનુ’ , ‘આઝાદ’ , ‘જાગીર’ વગેરે ફિલ્મો બનાવી. પ્રમોદ ફિલ્મ્સની ફિલ્મમાં જ્યારે પરદા પર ટાઈટલ શરૂ થવાના હોય ત્યારે એક દીવાનું પિક્ચર આવતું અને એની ઉપરની સાઈડમાં પપ્રમોદ ફિલ્મ્સથ લખાઈને આવતું. આ પિક્ચર સાથે એક શેર અજ્ઞાત અવાજમાં બોલવામાં આવતો, ‘ ફાનુસ બનકે જીસકી હિફાઝત હવા કરે, વો શમ્મા કયા બુજે જીસે રોશન ખુદા કરે.’
ખૂબ જાણીતો ડાયલોગસ્ત્રસ્ત્રકમજોર લોગ બાપ કે નામ કા સહારા લેતે હે. દરેક હિન્દી ફિલ્મોમાં વિખુટા પડી ગયેલા સંતાનો મા અથવા બાપની કોઈને કોઈ નિશાની વડે એમને મોટા થયા પછી એ નિશાની થકી ઓળખી જાય છે પણ આ ફિલ્મ ‘જુગનુ’માં આ ડાયલોગ જ નિશાની તરીકે વાપરવામાં આવેલો!
અમિતાભને સુપરસ્ટાર બનાવતી ફિલ્મ ઝંઝીર પણ આ જ વર્ષમાં રિલીઝ થયેલું.અને રાજકપુરની બોબી ફિલ્મ જે આવકની દ્રષ્ટિએ નંબર વન બનેલી એ વર્ષ પણ ૧૯૭૩ અને એના પછી બીજા નંબરે આવકમાં ‘જુગનુ’ ફિલ્મ રહેલું.
ધર્મેન્દ્રને શા માટે નસ્ત્રહી મેનનું બિરુદ મળ્યું છે એ જાણવા માટે ફક્ત આ ૧૯૭૩માં રિલીઝ થયેલી ધર્મેન્દ્રની ફિલ્મો જોઈ લ્યો તો તમે પણ કબૂલ કરશો કે,ખરો નહી મેન હિંદી ફિલ્મોનો એક માત્ર ધર્મેન્દ્ર શા કારણે છે! પ્રોડ્યુસર-ડિરેકટર પ્રમોદ ચક્રવર્તીએ બનાવેલી ફિલ્મોમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ ‘જુગનુ’ જ છે. ઉ