બાજીરાવ-મસ્તાની બી-ટાઉનનું એવું કપલ છે કે તે જ્યાં પણ જાય ત્યાં પોતાની કેમિસ્ટ્રીથી ફેન્સનું દિલ જિતી જ લે છે. ફેન્સ પણ પોતાના આ ફેવરિટ કપલને વારંવાર જોવા માગે છે. પણ હાલમાં જ એક ઈવેન્ટમાં પહોંચેલા આ કપલ વચ્ચે કંઈક એવું થયું કે ફેન્સ ટેન્શનમાં આવી ગયા છે અને સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઈ રહી છે.
વાત જાણે એમ છે કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ એક એવોર્ડ ફંક્શનમાં હાજરી આપવા પહોંચ્યા હતા અને જ્યાં રણવીર દીપિકાનો હાથ પકડવા માટે તેનો હાથ આગળ કરે છે, પરંતુ દીપિકા તેને ઈગ્નોર કરી રહી હોય એવું લાગી રહ્યું હતું.
ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચેલા દીપિકા અને રણવીરની સાથે દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ પણ જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે તેમાં ત્રણેય સેલેબ્સ ઈવેન્ટમાં હાજરી આપવા આવ્યા છે. લાંબા સમય પછી પ્રકાશ પાદુકોણને લાઈમ લાઈટમાં જોઈને ચાહકો ખૂબ જ ખુશ થયા હતા. પણ આ સમયે દીપિકા રણવીરને ઈગ્નોર કરી રહી હોય એવું લાગી રહ્યું હતું. જ્યારે રણવીર તેનો હાથ પકડવા હાથ આગળ કરે છે તેમ છત્તા દીપિકા બેધ્યાન હોય તે રીતે તેની સાડી પકડીને ચાલતી જોવા મળી રહી છે.
માનવ મંગલાનીના ઓફિશિયલ ઈન્સ્ટા હેન્ડલ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે રણવીર સિંહ પહેલાથી જ બહાર ઉભો છે, ત્યારબાદ દીપિકા કારમાંથી નીચે ઉતરે છે. આ પછી, પ્રકાશ પાદુકોણ પણ દીકરી અને જમાઈ સાથે ઈવેન્ટમાં જવા લાગે છે.
વીડિયો પર કોમેન્ટ કરતાં એક યૂઝરે લખ્યું કે, “દીપિકાએ રણવીર સિંહને કેવી રીતે નજરઅંદાજ કર્યો તો જ્યારે બીજા એક યુઝરે લખ્યું હતું કે “બિચારો રણવીર હાથ પકડવા માંગતો હતો”. તો વળી ત્રીજા યુઝરે એવું લખી નાખ્યું હતું કે એવું લાગે છે કે બંને વચ્ચે ઝઘડો થયો છે. અન્ય એક યુઝરે દીપિકાના સમર્થનમાં એવું લખ્યું હતું કે દીપિકા એક અલગ વ્યક્તિત્વ ધરાવતી છોકરી છે, તેને કોઈ પુરુષનો હાથ પકડવાની જરૂર નથી.