આવતીકાલે એટલે કે 30મી માર્ચના આખા દેશભરમાં રામ નવમીનો તહેવાર ઊજવાશે. શાસ્ત્રો અનુસાર રામનવમીના પાવન દિવસે જ ભગવાન રામે ધરતી પર જન્મ લીધો હતો. આવતીકાલે એટલે કે રામનવમીના દિવસે જો ભગવાન રામની દિલથી પૂજા-અર્ચના કરવામાં આવે તો તમારી મનોકામના પૂરી છે. આવો જોઈએ કઈ રીતે તમે ભગવાન રામની પૂજા કરીને ઈચ્છિત ફળ મેળવી શકો છો.
વાંદરાઓને કેળા ખવડાવો…
ભગવાન શ્રીરામના સૌથી મોટા ભક્ત છે પવનપુત્ર હનુમાન. આ દિવસે જો હનુમાનદાદાને ખુશ કરશો તો ભગવાન રામ ઓટોમેટિકલી ખુશ થઈ જાય છે. પરિણામે આ જ દિવસે વાંદરાઓને ચણા કે કેળા ખવડાવવા જોઈએ.
રામ રક્ષા સ્ત્રોત
રામનવમીના દિવસે સવારે રામમંદિરમાં જઈને મંદિરમાં દિવો પ્રગટાવીને શ્રી રામ રક્ષા સ્ત્રોતનું 11 વખત પઠન કરવાને કારણે શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
તુલસી સામે ગાયના ઘીનો દિવો કરવો
તુલસીને હિન્દુ શાસ્ત્રમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ જ તુલસી સામે રામનવમીના દિવસે ગાયના શુદ્ધ ઘીનો દિવો પ્રટાવવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
વિવિધ અનાજનો પ્રસાદ ચઢાવો
રામનવમીના દિવસે ભગવાન શ્રીરામને વિવિધ પ્રકારના અનાજનો ભોગ લગાવવા કે પ્રસાદ ચઢાવો અને ત્યાર બાદ આ અનાજ ગરીબોમાં વહેંચી દો. આવું કરવાથી ઘરમાં ક્યારેય અન્ન, ધાન્યની કમી નહીં વર્તાય.
રામ-સીતાની પૂજા કરો
રામ જન્મના પાવન અવસરે જો તમે ભગવાન સાથે સીતામૈયાની પણ પૂજા કરો. આ પૂજાને કારણે જો તમારા દાંપત્ય જીવનમાં કોઈ સમસ્યા હશે તો તે દૂર થઈ જશે અને તમારું દાંપત્યજીવન સુખી બનશે.