Homeટોપ ન્યૂઝRam Mandir Nirman: જાન્યુઆરી, 2024માં સુધીમાં રામ મંદિર તૈયારઃ ગૃહ પ્રધાનની જાહેરાત

Ram Mandir Nirman: જાન્યુઆરી, 2024માં સુધીમાં રામ મંદિર તૈયારઃ ગૃહ પ્રધાનની જાહેરાત

રામ મંદિર માટે 135 વર્ષથી વધુ વર્ષો લાંબી કાયદાકીય લડાઈ ચાલી છે. પંદરમી સદીથી ચાલી આવતી લડાઈ વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટે પૂર્ણ વિરામ મૂક્યું હતું. સુપ્રીમ કોર્ટે આ કેસમાં વિવાદાસ્પદ જમીનમાં રામમંદિરનું નિર્માણ કરવાની મંજૂરી આપતા મુસ્લિમ પક્ષને બીજી જગ્યાએ જમીન આપવાનો આદેશ આપ્યો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અયોધ્યામાં નિર્માણ થનારા રામ મંદિરને લઈ સૌથી મોટી જાહેરાત કરી છે અને તેમણે કહ્યું હતું કે પહેલી જાન્યુઆરી, 2024 સુધીમાં અયોધ્યામાં રામ મંદિર તૈયાર થઈ જશે.


કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે જ્યારથી દેશ આઝાદ થયો ત્યારે કોંગ્રેસ તેને કોર્ટમાં ઉલઝાવી રહ્યા છે. મોદીજીના આવ્યા પછીના એક દિવસ સવારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આવ્યો અને મોદીએ એ જ દિવસે રામ મંદિરનું ભૂમિ પૂજન કરીને મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ કરાવ્યું હતું. પહેલી જાન્યુઆરી, 2024 સુધીમાં અયોધ્યામાં રામ મંદિર તૈયાર થઈ જશે, એમ તેમણે જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર એક ટ્રસ્ટ બનાવીને ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2020માં રામ મંદિરના નિર્માણ કાર્ય માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે 70 એકર રામજન્મભૂમિ પરિસરમાં સંપૂર્ણ ભારત અને ભારતીય સંસ્કૃતિની, કલાની ઝલક જોવા મળશે. ત્રણ માળનું રામ મંદિર 400 સ્તંભ પર ટકેલું હશે, જ્યારે મંદિરને સંપૂર્ણ હેરિટેજ લૂક આપવામાં આવશે. મંદિરના દરેક સ્તંભ પર દેવી-દેવતાઓની 16 મૂર્તિને કોતરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -