બોલીવૂડ અને ટોલીવૂડ એક્ટ્રેસ રાકુલ પ્રીત સિંહની મુશ્કેલીઓ વધી છે. મળતી માહિતી અનુસાર ટોલીવૂડ ડ્રગ્સ કેસ પ્રકરણે ઈડીએ તેને સમન્સ પાઠવ્યા છે. આ મામલે રાકુલને 19 ડિસેમ્બરના હાજર રહેવા કહેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરમાં પણ ઈડીએ તેની પુછપરછ કરી હતી.
ટીવીના એક રિપોર્ટ અનુસાર રાણા દુગ્ગુબાતી, પુરી જગન્નાથ, રવિ તેજા, ચાર્મી કૌર, નવદીપ અને અન્ય સેલેબ્રિટીઝને પણ નોટિસ મોકલવામાં આવી છે.
શું છે ટોલીવૂડ ડ્રગ્સ કેસ?
વર્ષ 2017માં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો હતો, જેમાં મ્યૂઝિશિયન કેલ્વિન મસ્કારેનહાસ સહિત બે જણની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી 80 લાખ રૂપિયાની કિંમતનું ડ્રગ જપ્ત કરવામાં આવ્યું હતું. પુછપરછ દરમિયાન ફિલ્મી હસ્તીઓ, સોફ્ટવેર એન્જિનિયર્સ અને કોર્પોરેટ સ્કૂલના વિદ્યાર્થીઓને ડ્ર્ગ્સ સપ્લાય કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું. ટોલીવૂડની કેટલીક સેલિબ્રિટીઝના મોબાઈલ નંબર પણ તેના કોન્ટેક્ટ લિસ્ટમાં મળી આવ્યા હતાં.
વર્ષ 2021 બાદ ઘણી ટોલીવૂડ સેલેબ્રિટી LSD અને MDMA જેવા માદક પદાર્થોની સપ્લાયનો પર્દાફાશ થયા બાદ ઈડી સમક્ષ હાજર રહી હતી. આ મામલે રાકુલ પ્રીત, રાણા દુગ્ગુબાતી, તેજા, પુરી જગન્નાથ, ચાર્મમે અને મુમૈથ ખાન સહિત અન્ય લોકોની પુછપરછ કરવામાં આવી હતી.