રાખી સાવંત ઇન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે જે અવારનવાર ચર્ચામાં રહે છે કોઈ પણ કારણસર… રાખી અને તેના ફેન્સ માટે રવિવારનો દિવસ દુઃખદ સમાચાર સાથે ઉગ્યો હતો કારણ કે તેની નજીકની વ્યક્તિએ પણ હવે તેનો સાથ છોડી દીધો છે.
2012માં પિતાના અવસાન બાદ હવે રાખીની માતા જયા સાંવતનું નિધન થયું છે. છેલ્લા કેટલાય સમયથી રાખીની મમ્મી હોસ્પિટલમાં કેન્સરની સારવાર લઈ રહ્યા હતા. પણ તેમની આ લડાઈનો આજે અંત આવ્યો હતો. રાખીના પરિવારની વાત કરીએ તો તેનો એક ભાઈ છે રાકેશ સાવંત અને બહેન છે ઉષા સાવંત… પરંતુ આજ સુધી કોઈએ રાખીને તેના ભાઈ બહેનો સાથે જોઈ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાખી હાલમાં તેના આદિલ દુરાની સાથેના લગ્નને કારણે ખાસી એવી ચર્ચામાં હતી. આ લગ્નને લઈને ને દરરોજ નવા નવા ખુલાસા થતાં રહ્યાં છે. આ પહેલા પણ રાખીએ રિતેશ નામના એનઆરઆઈ સાથે લગ્ન લીધા હોવાના સમચાર આવ્યા હતા અને આ લગ્ન ખાસ લાંબા સમય સુધી ટક્યા નહોતા, કારણ કે રિતેશ પહેલાથી પરણેલો હોવાનો દાવો રાખીએ કર્યો હતો. રાખીની માતાના નિધનથી રાખી પર મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો છે. રાખી મારે ચોક્કસ જ આ મુશ્કેલ સમય છે.