મલાઈકા અરોરા સુંદરતા, ફિટનેસ અને દેખાવની બાબતમાં યુવા અભિનેત્રીઓને ટક્કર આપે છે. મલાઈકા ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા હંમેશા તેના ફેન્સના સંપર્કમાં રહે છે. પછી તે બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથેના તેના સંબંધો હોય કે પછી તે જે ડ્રેસ પહેરે છે, તે ઘણીવાર અલગ-અલગ કારણોસર ટ્રોલ થાય છે. મલાઈકા જે રીતે ચાલે છે તેના કારણે પણ તેને ટ્રોલનો સામનો કરવો પડે છે. મલાઈકા જે રીતે ચાલે છે તેના કારણે ઘણા રીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ઘણા લોકોએ મલાઈકાના વોકની કોપી પણ કરી હતી. હવે રાખી સાવંતે મલાઈકાને ફોલો કરીને તેની નકલ કરી છે. રાખી જીમમાંથી બહાર આવતાની સાથે જ તે પાપારાઝી ફોટોગ્રાફરોથી ઘેરાઈ ગઈ હતી. આ વખતે રાખીએ મલાઈકાની કોપી કરીને બધાને હસાવ્યા હતા.
View this post on Instagram
વાયરલ વીડિયોમાં મલાઈકા જે રીતે જીમમાંથી બહાર નીકળે છે તેવી જ રીતે રાખી પણ વોક કરતી જોવા મળી રહી છે. વિરલ ભાયાણીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રાખી એ જણાવતી જોવા મળી રહી છે કે તે મલાઈકાને કેટલો પ્રેમ કરે છે. તેમજ તેણે મલાઈકાની એકદમ કોપી કરી છે. “મલાઈકા બધાને ગમે છે. મને પણ મલાઈકા ગમે છે. હવેથી હું પણ આ રીતે ચાલીશ.” આ વીડિયોમાં રાખી વાત કરતી જોવા મળી રહી છે. રાખી છેલ્લા કેટલાક દિવસોથી તેના અંગત જીવનના કારણે ચર્ચામાં છે. તેના પતિ આદિલ ખાન દુર્રાની અને તેની વચ્ચેનો વિવાદ સમાચારોમાં હતો. હવે રાખી આ બધા વિવાદોમાંથી બહાર આવી ગઇ છે. તેણે હવે નવા જોશ સાથે કામ કરવાનું શરૂ કર્યું છે.