Homeદેશ વિદેશભારતના આ મંદિરમાં 100-200 નહીં હજારો ઉંદરો જોવા મળે છે...

ભારતના આ મંદિરમાં 100-200 નહીં હજારો ઉંદરો જોવા મળે છે…

ભારત એ મંદિરોનો દેશ અને છે અને અહીં એટલા બધા મંદિરો આવેલા છે કે નહીં પૂછો વાત. એટલું જ નહીં અહીં મંદિરો એટલી કથાઓ… ભારતમાં ઘણા મંદિરો છે અને દરેક મંદિરની પોતાની વિશેષતા છે. પણ આજે આપણે અહીં વાત કરવાના છીએ એક એવા મંદિર વિશે કે જ્યાં 100-200 નહીં હજારોની સંખ્યામાં ઉંદરો જોવા મળે છે.
આવું જ એક અનોખું મંદિર રાજસ્થાનના બિકાનેરમાં છે, જેને કરણી માતાનું મંદિર કહેવામાં આવે છે. ઘણી જગ્યાએ આ મંદિરને ઉંદરોના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ મંદિરમાં 25,000થી વધારે ઉંદરો છે. આ ઉંદરોને માતાના બાળકો તરીકે ઓળખવામાં આવે છે.
આ મંદિરમાં દર્શન દરમિયાન ભક્તોને કેટલીક વિશેષ સૂચનાઓ આપતા બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. આ મંદિરમાં પગ ઘસડીને ચાલવું પડે છે, કારણ કે પગ ઉપાડવાથી પગ નીચે ઉંદરો આવી જવાનો ડર રહે છે, જેના કારણે તેઓ મરી શકે છે અથવા ઘાયલ થઈ શકે છે. એટલા માટે અહીં ચાલતી વખતે જમીન પરથી પગ ઉપાડીને ચાલવાની મનાઈ છે.
ભારતનું આ અનોખું મંદિર બિકાનેરથી લગભગ 30 કિમી દૂર આવેલું છે. અહીં ઉંદરોના પગ નીચે આવવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે કરણી માતાને મા જગદંબા તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ અદ્ભુત મંદિરમાં કાળા ઉંદરો ઉપરાંત કેટલાક સફેદ ઉંદરો પણ જોવા મળે છે. આ સફેદ ઉંદરોને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ મંદિર સાથે જોડાયેલી દંતકથા વિશે વાત કરીએ તો જ્યારે કરણી માતાના બાળકો, તેમના પતિ અને તેમની બહેનનો પુત્ર લક્ષ્મણ કપિલ સરોવરમાં ડૂબી ગયા અને તેમનું મૃત્યુ થયું. ત્યાર બાદ માતાએ પોતાના પુત્રને જીવતો કરવા માટે યમરાજને ઘણી પ્રાર્થના કરી. ત્યારબાદ યમરાજ તેમને ફરીથી જીવન આપવા માટે મજબૂર થયા પરંતુ તેનું જીવન ઉંદરના રૂપમાં શરૂ થયું અને બસ ત્યારથી આ મંદિરોમાં ઉંદરોને ભગવાનની જેમ પૂજવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -