ધુળેટીના તહેવારના દિવસે જ રાજકોટમાં હચમચાવી નાખે તેવો કિસ્સો બન્યો છે. અંધશ્રદ્ધામાં ડૂબેલા શખ્સે તેના જ પરિવાર પર હુમલો કર્યો હતો. વહેલી સવારે રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે આવેલા જનતા એપાર્ટમેન્ટમાં રહેતા પ્રેમસંગ નેપાળીએ પત્ની અને બે સંતાનો પર હત્યાના ઈરાદે હમલો કરી દીધો હતો. હુમલામાં ત્રણ માસની દીકરી લક્ષ્મીનું મોત નિપજ્યું છે. જયારે 25 વર્ષીય પત્ની બસંતી અને ચાર વર્ષનો પુત્ર ઘાયલ થયો છે.
આ ઘટના વહેલી સવારે 4:30 વાગ્યા આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલ માતા-પુત્રને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સ્થાનિક પોલીસ દ્વારા આરોપી પિતા પ્રેમસંગ નેપાળીની અટકાયત કરવામાં આવી છે. આ મામલે તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
આંધશ્રદ્ધાના પ્રભાવમાં આવીને પ્રેમસંગે આ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. પત્ની બસંતીએ નિવેદન આપતા કહ્યું કે, પતિ પ્રેસસંગને ‘માતાજી’ આવતા હતા. માતાજીએ તેને કહ્યું હતું કે, પરિવારને મારી નાખ. આરોપી પતિ વાહનો સાફ કરવાનો કામ કરતો હતો.