રાજકોટ પોલીસે મહિલાઓની છેડતી કરતા એક રીઢા ગુનેગારને પકડી પડ્યો છે. 22 નવેમ્બરના રોજ માલવિયા નગર વિસ્તારમાં એક બિલ્ડીંગની લિફ્ટ જઈ રહેલી એક યોગા ટીચર સાથે બુકાનીધારી અજાણ્યા શખ્સે અશ્લીલ હરકતો કરી હતી. મહિલાએ પ્રતિકાર કરતા આરોપી માર મારી નાસી છૂટ્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
[yotuwp type=”videos” id=”HiJeeTXfHkY” ]
પોલીસના જણવ્યા મુજબ 24 વર્ષીય છેડતીખોર આરોપીનું નામ કૌશલ પીપળિયા છે. આરોપી કુસ્તીમાં રાજ્ય કક્ષાનો ગોલ્ડ મેડલ ચેમ્પિયન છે. આરોપીની ઉલટ તપાસ કરતાં તેણે કબુલ્યું કે, તે બે વર્ષમાં 100થી વધુ મહિલા-યુવતીઓની છેડતી કરી ચૂક્યો છે. બુકાની પહેરીને મહિલાઓની છેડતી કરી ફરાર થઇ જતો હતો. તે રસ્તા પર બાઇક ચલાવતી વખતે મહિલાઓ મારીને ભાગી જતો હતો. તેણે કબૂલાત કરી કે તે મજા માટે આ બધું કરતો હતો. અગાઉ રાજકોટમાં ચોરી અને આર્મ્સ એક્ટ હેઠળ તેની ધરપકડ થઇ ચુકી છે.
આરોપી 100થી વધુ મહિલાઓની છેડતી કરી ચુક્યો છે, શરમના કારણે ઘણી મહિલાઓ આગળ આવીને ફરિયાદ નોંધાવતી નથી. યોગા ટીચરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેને કારણે આરોપી પકડાયો છે. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેણે કાર પાર્ક કરી ત્યાં આરોપી બેઠો હતો. મહિલા ત્યાંથી લિફ્ટમાં જતી હતી ત્યારે આરોપી વચ્ચે આવીને લિફ્ટનો દરવાજો બંધ કરતા તેને રોકી હતી. ત્યારબાદ બુકાની પહેરેલા આરોપીએ તેનું ટ્રાઉઝર ઉતાર્યું અને મહિલા સાથે અશ્લીલ હરકતો કરવા લાગ્યો.
[yotuwp type=”videos” id=”wBKcp7O8p9I” ]
આ મામલે પોલીસે આરોપીના પરિવારને જાણ કરતાં પુત્રના આવા કરતૂતથી તેમને આઘાત લાગ્યો છે. પરિવારજનોએ કહ્યું કે, પોલીસ તેની વિરુદ્ધ કાયદેસરની તમામ કાર્યવાહી કરે. પરિવાર તરફથી આરોપીની કોઇ મદદ કરવામાં આવશે નહીં. પુત્રની હરકતની જાણ પરિવારને થતાં તેઓ સ્તબ્ધ થઇ ગયા હતા. સ્થાનિકોના કહ્યા પ્રમાણે આરોપીનું વર્તન પહેલાથી જ એવું હતું. મોડી રાત્રે જ ઘરે આવતો હતો. પાર્કિંગ અને સીડીની લાઇટો પણ બંધ કરી દેતો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.