સમગ્ર ગુજરાતમાં જ્યારે ચૂંટણી પ્રચાર ધમધમી રહ્યો છે ત્યારે અવારનવાર પ્રેસ અને મીડિયામાં જાહેર સભામાં ખાલી રહેલી ખુરશીઓની ચર્ચા ભરી ભરીને થાય છે. ભારતીય જનતા પક્ષ તે બાબત સતત ચિંતિત રહે છે. 28 તારીખે મોદી સાહેબની જાહેર સભા રાજકોટ ખાતે છે ત્યારે ખુરશીઓ ખાલી ન રહે અને લોકોમાં ખોટો સંદેશ ન જાય તે માટે રાજકોટ ભાજપ તનતોડ મેહનત કરી રહી છે.
હાલ રાજકોટ કમલમ ખાતે સંગઠનની બેઠક શરૂ થઈ ગઈ છે અને અન્ય મીટીંગ પણ યોજાઈ રહી છે. રાજકોટ જિલ્લાની તમામ ફાઇનાન્સ સ્કૂલ કોલેજના ટ્રસ્ટીઓની એક મિટીંગ યોજાય છે.
યોગેશ ગઢવી શહેર ભાજપ પ્રમુખ કમલેશ વિરાણી જિલ્લા ભાજપ પ્રમુખ તથા સંગઠનના અન્ય હોદ્દેદારો મિટિંગમાં એક જ મુદ્દાનો કાર્યક્રમ લઈ અને ચર્ચા કરી રહ્યા છે કે મોદીસાહેબની જાહેર સભા ખરા અર્થમાં જંગી જાહેર સભા બની રહે.