Homeટોપ ન્યૂઝરાજીવ ગાંધી હત્યાકેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

રાજીવ ગાંધી હત્યાકેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

સુપ્રીમ કોર્ટે શુક્રવારે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યાના સંબંધમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા તમામ છ દોષિતોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
જો આ દોષિતો સામે અન્ય કોઇ કેસ ના હોય કે અન્ય કોઈ કેસમાં તેમની જરૂર ન હોય તો તમામ દોષિતોને જેલમાંથી મુક્ત કરવામાં આવશે, એમ કોર્ટે આ કેસના મુખ્ય આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતી વખતે જણાવ્યું હતું. આ આરોપીઓ બોમ્બ વિસ્ફોટના સ્થળે હાજર હતા. બોમ્બ વિસ્ફોટમાં રાજીવ ગાંધી અને 21 અન્ય લોકો માર્યા ગયા હતા.
સુપ્રીમ કોર્ટનો આદેશ આ કેસના અન્ય આરોપી એજી પેરારીવલન દ્વારા કરવામાં આવેલી મુક્તિની અરજીના ચુકાદાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. પેરારીવલન કેસમાં, સુપ્રીમ કોર્ટે દયાની અરજી પર નિર્ણય લેવામાં રાજ્યપાલના અસાધારણ વિલંબની નોંધ લીધી હતી. આ કેસમાં દોષિત ઠરેલા પેરારીવલનની મુક્તિનો આદેશ બાકીના દોષિતોને પણ લાગુ પડશે, એમ કોર્ટે જણાવ્યું હતું.

 

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -