રાજસ્થાનની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને આજે સવારે 11 વાગ્યે લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવશે. આ ટ્રેન અજમેર-દિલ્હી કેન્ટોનમેન્ટ વંદે ભારત એક્સપ્રેસ હાઈ-રાઈઝ ઓવરહેડ ઈલેક્ટ્રિક ટેરીટરી પર વિશ્વની પ્રથમ સેમી-હાઈ સ્પીડ પેસેન્જર ટ્રેન હશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અજમેર-દિલ્હી કેન્ટોનમેન્ટ રૂટ પર દોડશે.
એક રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે આ ટ્રેન હાલની સૌથી ઝડપી ટ્રેનની સરખામણીમાં એક કલાક વહેલા પ્રવાસ પૂર્ણ કરશે. મળતી માહિતી મુજબ ઉદઘાટન રન જયપુર અને દિલ્હી કેન્ટોનમેન્ટ વચ્ચે થશે. આ ટ્રેનની નિયમિત સેવાઓ ગુરુવારથી શરૂ થશે અને ટ્રેનના જયપુર, અલવર અને ગુરુગ્રામમાં સ્ટોપેજ લેશે. આ ટ્રેન અજમેર અને દિલ્હી છાવણી વચ્ચે દોડાવવામાં આવશે. આ ટ્રેન દિલ્હી કેન્ટોનમેન્ટ અને અજમેર વચ્ચેનું અંતર 5 કલાક અને 15 મિનિટમાં કાપશે. હાલમાં આ રૂટ પરની સૌથી ઝડપી ટ્રેન શતાબ્દી એક્સપ્રેસ 6 કલાક અને 15 મિનિટમાં અંતર કાપે છે, એમ રિલીઝમાં જણાવાયું છે.
અજમેર-દિલ્હી કેન્ટોનમેન્ટ વંદે ભારત એક્સપ્રેસ હાઈ-રાઈઝ ઓવરહેડ ઈલેક્ટ્રિક ટેરીટરી પર વિશ્વની પ્રથમ સેમી-હાઈ સ્પીડ પેસેન્જર ટ્રેન હશે.આ ટ્રેન પુષ્કર અને અજમેર દરગાહ સહિત રાજસ્થાનના મુખ્ય પર્યટન સ્થળોની કનેક્ટિવિટીમાં સુધારો કરશે અને પ્રદેશના સામાજિક-આર્થિક વિકાસને વેગ આપશે, એમ આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.