સરકાર રક્ષાબંધન પર ધોરણ 10-12ની છોકરીઓને મોબાઈલ ફોન આપશે, જેથી આવનારી પેઢી આઈટી ક્ષેત્રે મજબૂત બને. આવી જાહેરાત તાજેતરમાં રાજસ્થાન કોલેજમાં ચાલી રહેલા હેકાથોન દરમિયાન મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કરી હતી. મુખ્ય પ્રધાને કહ્યું હતુંકે, અગાઉ એક કરોડ 35 લાખ મહિલાઓને સ્માર્ટફોન આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ સેમિકન્ડક્ટર ચિપ્સની વિશ્વભરમાં અછતને કારણે તેઓ સમયસર મોબાઈલ ફોન આપી શક્યા નથી. હવે સરકાર રક્ષાબંધન પર ધોરણ 10-12ની છોકરીઓને મોબાઈલ ફોન આપશે. જેથી આવનારી પેઢી આઈટી ક્ષેત્રે મજબૂત બને. તેની વિગતવાર યોજના ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.
ગેહલોતે ITની ઉપયોગીતા પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે સરકાર દરેક કામમાં સંવેદનશીલતા, જવાબદારી, પારદર્શિતા ઈચ્છે છે, પરંતુ આઈટીના ઉપયોગ વિના તે સંપૂર્ણપણે શક્ય નથી. જો આઈટી આધારિત કામ કરવામાં આવશે તો કોઈ અધિકારી કે કર્મચારી બહાનું કાઢી શકશે નહીં.