ઠાકરેએ શું જવાબ આપ્યો હશે?
મુંબઈ: મહારાષ્ટ્રનાં રાજકારણમાં નવાજૂની થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી પણ એના પર એનસીપીના પ્રમુખ શરદ પવારે ઠંડુ પાણી રેડી દીધું હતું, પણ ભાવિ સીએમ એટલે મુખ્ય પ્રધાન અંગે જોરશોરથી ચર્ચા ચાલી રહી છે અને આ મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના) ના પ્રમુખ રાજ ઠાકરેએ પણ નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેને એક દિવસ માટે સત્તા સોંપવામાં આવે તો તેઓ શું કરશે તેનો જોરદાર જવાબ આપ્યો હતો.
એક મીડિયા ગ્રૂપના કાર્યક્રમમાં રાજ ઠાકરે સાથે મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ અમોલ કોલ્હે અને અમૃતા ફડણવીસે રાજ ઠાકરેની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં અમૃતા ફડણવીસે રાજ ઠાકરેને પૂછવામાં આવ્યું હતું કે જો તમને એક દિવસ માટે રાજ્યમાં સત્તા સોંપવામાં આવે તો તમે શું કરશો? આ સવાલ પર રાજ ઠાકરેએ કહ્યું હતું કે એક દિવસમાં શું થાય? એક દિવસનો કોઈ અર્થ નથી. મને લાગતું નથી કે એક દિવસ, પાંચ દિવસ કે છ મહિનામાં કંઈ થાય. સત્તામાં રહીને મારી પાસે ઘણું બધું છે જે કરી શકાય છે.
પોલીસને વધુ છૂટ આપવા મુદ્દે તેમણે કહ્યું હતું કે આપણા દેશમાં કાયદા છે. આપણી પાસે કાયદા છે, પરંતુ માત્ર અધિકારીઓ પાસે આદેશ નથી. મને પોલીસમાં પૂરો વિશ્વાસ છે. પોલીસને માત્ર ૪૮ કલાકનો સમય આપો. તેઓ બધું જાણે છે. પોલીસને ફક્ત ૪૮ કલાક ફ્રી હેન્ડ આપો તો જુઓ બધું ઠીક કરી દેશે. દરમિયાન અમોલ કોલ્હેએ સવાલ કર્યો હતો કે શું વિપક્ષનો અવાજ દબાવવા માટે આવું થઈ રહ્યું છે? તેના પર રાજ ઠાકરેએ કહ્યું હતું કે કેટલીક જગ્યાએ તપાસ સિસ્ટમનો દુરુપયોગ થઈ રહ્યો છે, પરંતુ વાસ્તવિક કામગીરી ઘણી જગ્યાએ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં રાજ ઠાકરેને પણ તેમના ફેવરિટ નેતા વિશે પૂછવામાં આવ્યું હતું? આ સવાલના જવાબમાં રાજ ઠાકરેએ શરદ પવાર કે PM મોદી? પછી તેમણે બાળ ઠાકરેનું નામ લીધું હતું.