Homeઆપણું ગુજરાતહોળીમાં વરસાદનું વિધ્ન: ગુજરાતના 56 તાલુકામાં માવઠું, ખેડૂતોને ભારે નુકશાન

હોળીમાં વરસાદનું વિધ્ન: ગુજરાતના 56 તાલુકામાં માવઠું, ખેડૂતોને ભારે નુકશાન

ગુજરાતમાં હાલ અજીબ પ્રકારનું વાતાવરણ સર્જાયું છે. ગઈ કાલે સાંજે લોકો હોલિકા દહનની તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે વરસાદ તૂટી પડ્યો હતો. એક તરફ હોળી પ્રગટી રહી હતી ત્યારે આકાશમાંથી વરસાદ વરસી રહ્યો હતો. આવો સંયોગ જોઇને લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. રાજ્યના 56 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. માવઠા અને ભારે પવનને કારણે ખેતરમાં ઉભા પાકને ભારે નુકશાન પહોંચ્યું છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, હજુ આગામી બે દિવસ વાવાઝોડા સાથે માવઠાની સંભાવના છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બર્ન્સને કારણે ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. સોમવારે હોળીના દિવસે જ અમદાવાદ, વડોદરા, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઠેર-ઠેર વીજળીના કડાકા સાથે વરસાદના ઝાપટાં પડ્યા હતા.

“>

અમરેલીના બગસરામાં સૌથી વધુ એક ઇંચ વરસાદ વરસ્યો હતો. ગીર વિસ્તારમાં માવઠાના કારણે કેરીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જંબુસરમાં વૃક્ષ ધરાશાયી થતાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. હિમ્મતનગરમાં પણ વીજળીનો થાંભલો પડતા એક મહિલાનું મૃત્યુ થયું હતું.
અમદાવાદમાં હોલિકા દહનના થોડા સમય પહેલા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક જ ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. ઠંડા પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. થોડી વારમાં જ વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વરસતા વરસાદ વચ્ચે પણ લોકોએ હોળી પ્રગટાવી હતી.

“>

કેટલાક સ્થળે કરા પડ્યાના પણ અહેવાલ છે. ઓલપાડ, ઉમરપાડા, ધારી, દામનગર, લાઠી અને અમરેલીમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.

“>

રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે અને સવારે અને રાત્રે ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે ત્યારે બીજીબાજુ બપોરે ગરમી પ્રકોપ જોવા મળી રહ્યો છે. સોમવારે બપોરે ભુજમાં 38.4 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 36.4 અને ગાંધીનગર 37 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું છે. આગાહી અનુસાર, 10 માર્ચે તાપમાન 3 ડિગ્રી વધી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -