Homeદેશ વિદેશપ્રાણી પ્રેમીઓ માટે જાણવા જેવું : પાળેલા પ્રાણીઓ સાથે ટ્રેનમાં મુસાફરી કરવી...

પ્રાણી પ્રેમીઓ માટે જાણવા જેવું : પાળેલા પ્રાણીઓ સાથે ટ્રેનમાં મુસાફરી કરવી છે? તો આટલું જાણી લો.

કેન્દ્રિય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે પાળેલા શ્વાન સાથે રેલવેના એસી ડબ્બામાં પ્રવાસ કરનાર એક મુસાફરનો વિડીયો ટ્વીટ કર્યો છે. આ વિડીયો હાલમાં સોશિયલ મિડીયા પર વાઇરલ થઇ રહ્યો છે. તથા ચર્ચાનો વિષય બની ગયો છે. આ વિડીયો સૌથી પહેલાં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ થયો હતો. જેને લાખો વ્યુઝ મળ્યા હતા. ત્યાર બાદ આ વિડીયો ટ્વીટર પર પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો. એક મુસાફરે ટ્વીટર પર પોસ્ટ કરેલ આ વિડીયોને રિટ્વીટ કરતાં રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે એક કેપ્શન લખી હતી કે, ભારતીય રેલવે 24/7 તમારી સેવામાં છે. આ ટ્વીટની નીચે અનેક લોકોએ કમેન્ટ કરી શ્વાન સાથે રેલવે મારફતે પ્રવાસ કરી શકાય છે? અંગે પૂછપરછ કરી હતી. દૂરની મુસાફરીમાં પણ આપણે પાળેલા પ્રાણીઓને પોતાની સાથે લઇ જઇ શકીએ છીએ? તેના નિયમો શું છે? અને તેમના માટે રેલવે ભાડુ કેટલું છે? વગેરે જેવા અનેક પ્રશ્નો પૂછ્યા હતા.

શું મુસાફરો પાળેલા પ્રાણીઓ સાથે ટ્રેનમાં મુસાફરી કરી શકે છે?
કેટલીક આંતરરાષ્ટ્રિય ફ્લાઇટમાં પાળેલા પ્રાણીઓ સાથે પ્રવાસ કરવાની પરવાનગી મળતી હતી. પણ પાળેલા પ્રાણીઓ સાથે ટ્રેનની મુસાફરી કરવાનું લોકોને વધુ ગમે છે. એક સર્વે મુજબ એક મહિનામાં લગભગ અઢી હજાર જેટલાં પાલતું પ્રાણીઓ રેલવે મારફતે મુસાફરી કરે છે.

પાલતું પ્રાણીઓને ટ્રેન મારફતે કઇ રીતે લઇ જઇ શકાશે?
રેલવે દ્વારા આ માટે અનેક પર્યાય આપવામાં આવ્યા છે. શ્વાન માટે તમે ડોગ બોક્સીસ બૂક કરાવી શકશો. લગભગ તમામ ટ્રેનમાં પાર્સલ કોચ જોડાયેલો હોય છે. આ કોચમાં ડોગ બોક્સેસ રાખવામાં આવે છે. જે સ્ટેશનથી પ્રવાસ શરુ કરવાનો હોય એ સ્ટેશન પરના પાર્સલ ઓફિસ પર જઇ તમે ત્યાં ડોગ બોક્સીસ ઉપલબ્ધ છે કે નહીં? તેની પૂછપરછ કરી શકશો. તથા નાના પપીઝ અને કિટન્સ જે બાસ્કેટમાં સમાઇ શકે એવી બાસ્કેટને મુસાફરો ટ્રેનના ડબ્બામાં પોતાની સાથે લઇ જઇ શકે છે. પણ એ માટે ટિકીટ બૂક કરતી વખતે વધારે ભાડુ ભરવું પડશે. આ અતિરિક્ત ભાડાની રકમ અંગેની વિગતો રેલવેની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

શું કરવું અને શું ન કરવું જોઇએ
પાળેલા શ્વાન કે બિલાડીને લઇને ટ્રેન મારફતે પ્રવાસ કરવાનો હોય તો માત્ર એસી ફર્સ્ટ ક્લાસ કોચમાંથી જ પ્રવાસ કરી શકાશે. તે માટે પણ કેટલીક શરતો છે. રેલવેના નિયમો પ્રમાણે ફર્સ્ટ ક્લાસના કોચમાં ચાર બર્થ અથવા બે બર્થવાળા કેબિનનું બુકિંગ એક જ મુસાફરે કરવાનું રહેશે એટલે કે આખું કેબિન બૂક કરવું પડે. તો જ તમને સાથે તમારા પાળેલા પ્રાણીને લઇને જવાની પરવાનગી મળશે. પાળેલા પ્રાણીઓનો પ્રવાસ શુલ્ક પાર્સલ કાર્યાલયમાંથી નક્કી થાય છે. પ્રણીઓનું વજન અને મુસાફરીનું અંતર જોઇને ભાડાની રકમ નક્કી કરવામાં આવે છે. જો ટિકીટ વેટીંગ લિસ્ટમાં હોય તો આ અંગે પ્રવાસી સ્થાનીય રેલવે મેનેજર અથવા જનરલમેનેજરની ઓફિસમાં જઇ એસી ફર્સ્ટ ક્લાસની શ્રેણીના ડબ્બાના ચાર બર્થ અથવા બે બર્થવાળું કમ્પાર્ટમેન્ટ માંગી શકે છે. એ માટે પ્રવાસીએ અગાઉથી આ અંગે વિનંતી કરવી પડશે. આ કાર્યલયનો એડ્રેસ રેલવેની વેબસાઇ પરથી મળી શકશે. આ પહેલા મુસાફરોને પાળેલા પ્રાણીઓને રેલવે મારફતે લઇ જવા બાબતની ઇન્ક્વાયરી ક્યાં કરવી તે અંગેની જાણ નહતી. પણ આ વિડીયો શેર થયા બાદ ઘણી બાબતો જાણવા મળી છે. જો મુસાફર આખી કેબિન બૂક નથી કરતાં તો તેમને સાથી મુસાફર પાસેથી નો ઓબ્જેકશન લેટર લેવો પડશે તો જ એ એસી ડબ્બામાંથી પાળેલા પ્રાણી સાથે પ્રવાસ કરી શકશે. આ આખી પ્રક્રીયામાં વધુ સમય લાગતો હોવાથી રેલવે અધિકારીએ આવા મુસાફરોને ટ્રેનના સમય કરતા વહેલા આવવાની સૂચના આપી છે. જેથી ટ્રેન નીકળતા પહેલાં તમામા પ્રક્રીયા પૂરી થઇ શકશે. મુસાફરે પોતાની સાથે ઓળખ પત્ર લઇને જવું જેમ કે આધાર કાર્ડ અને પ્રાણીના વેક્સીનેશનનું સર્ટીફીકેટ.

શું રહેશે ટિકીટ દર ?
જો શ્વાનને ડોગ બોક્સમાંથી લઇ જવામાં આવનાર હશે તો 30 રુપિયા કીલો દીઠ અને જો પ્રથમ શ્રેણીના ડબ્બામાંથી પ્રવાસ કરવાનો હશે તો કિલો દીઠ 60 રુપિયા ટિકીટ દર ચૂકવવાનો રહેશે. ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ડબ્બાને બાદ કરતા ચેર કાર સહિત અન્ય ડબ્બામાં પાલતું પ્રાણીઓને લઇ જવા પર મનાઇ છે. માત્ર નાના પપીઝ અને કિટન્સને બાસ્કેટમાં કોઇ પણ ડબ્બામાંથી લઇ જઇ શકાશે. તે માટે પાર્સલ વિભાગમાંથી બુકિંગ કરાવવું પડશે. પપીઝ અને કિટન્સમાટે પ્રાવસ શુલ્ક કિલો દીઠ 20 રુપિયા છે. કેટલીક ટ્રેનમાં માત્ર એક જ ડોગબોક્સ હોય છે તેથી વહેલા તે પહેલાના ધોરણે બુકીંગ કરવામાં આવશે. મુસાફરી દરમિયાન પાળેલા પ્રાણીઓને ખવડાવવાની જવાબદારી પણ તેના માલિકની જ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -