મુંબઈઃ મુંબઈ-ગાંધીનગર વચ્ચે દોડનારી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને હવે એક નવો બોડીગાર્ડ મળી ગયો છે અને તે બોડીગાર્ડ ટ્રેન માટે સુરક્ષાકવચનું કામ કરશે. મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર વચ્ચે સેમી બુલેટ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પ્રવાસીઓની સુવિધા માટે દોડાવવામાં આવી હતી, પરંતુ આ ટ્રેન ભેંસ અને ગાય સાથે અથડાવવાને કારણે વધુ ચર્ચામાં રહી હતી. વારંવાર ગાય-ભેંસ સાથેની અથડામણને કારણે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું એયરોડાયનેમિક નામ ચપટું થઈ ગયું છે, પરિણામે આ સમસ્યામાંથી છુટકારો મેળવવા અને રેલવેએ પોતાનું ”નાક” બચાવા માટે હવે આ રુટ પર ફેન્સિંગ લગાવવાનું કામ શરુ કરી દીધું છે.
Fencing on #VandeBharat routes started. pic.twitter.com/vENiAp3ej9
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 29, 2023
રેલવે ખાતાના પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ ફેન્સિંગ લગાવવાના કામનો વીડિયો પણ શેયર કર્યો છે અને ટૂંક સમયમાં જ આ કામ પૂરું થશે એવી માહિતી પણ તેમણે આપી હતી. મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર વચ્ચે ફેન્સિંગ લગાવવાનું કામ મે મહિનાના અંત સુધીમાં પૂરું થશે જશે એવું તેમણે જણાવ્યું હતું.
મુંબઈ-અમદાવાદ રૂટ પર વંદે ભારત આ સેમી હાઈસ્પીડ ટ્રેન શરુ થયા બાદ તેની સ્પીડને કારણે ઘણી વખત ટ્રેનની અડફેટે ઢોર આવી જવાની ઘટનાઓ બની છે. ટ્રેનનું ઉદ્ઘાટન થયું એ જ દિસે તે મુંબઈ સેન્ટ્રલ આવી રહી હતી તે વખતે ઢોર સાથે અથડાવવાનો પહેલો અકસ્માત બન્યો હતો અને ત્યારથી ત્રણ-ચાર વખત આવા અકસ્માત થઈ ચૂક્યા છે.
ઢોર સાથે ટકરાવવાને કારણે ટ્રેનનું નુકસાન તો થયું છે, પણ તેની સાથે સાથે રેલવેસેવા પર પણ તેની અસર જોવા મળી હતી. રેલવે મંત્રાલય દ્વારા 629 કિમી કરતાં લાંબા રૂટ પર ફેન્સિંગનું કામ પૂરું થયું છે. આ કામ માટે આઠ ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું અને આ માટે 245.26 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ સિવાય પશુપાલકોએ પણ પોતાના વાહનો રેલવે ટ્રેકની નજીક નહીં છોડવાની ભલામણ પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવી છે
વંદેભારત એક્સપ્રેસ એન્જિનલેસ ટ્રેન છે અને તેના એન્જિનની ડિઝાઈન પારંપારિક રેલવે એન્જિન કરતાં અલગ છે. આ ગાડીને લોકલ ટ્રેન કે મેટ્રો ટ્રેનની જેમ કેબિન છે. ગાડીને એન્જિનની આગળ એક એયરોડાયનેમિક ગાર્ડ (નાક) છે. ઢોર સાથેની અથડામણ બાદ વારંવાર આ ફાઈબરનું કોન (નાક) તૂટી ગયું છે.
ગયા વર્ષે નવેમ્બર, 2022માં પાંચથી છ મહિનામાં રેલવે ટ્રેકની બંને બાજુ મેટલની ફેન્સિંગ બેસાડવામાં આવશે, એવું રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ઢોર સાથેની અથડામણને કારણએ 2022-23માં કુલ 2,521 મેલએક્સપ્રેસ અને ટ્રેનોનું ટાઈમટેબલ ખોરવાયું હતું.