Homeઆમચી મુંબઈ...અને મોટી દુર્ઘટના થતાં થતાં રહી ગઈ!!!

…અને મોટી દુર્ઘટના થતાં થતાં રહી ગઈ!!!

ડોંબિવલીઃ કલ્યાણ-દિવા વસઈ રેલવે લાઈન પર ડોંબિવલી વેસ્ટ ખાતે મોઠા ગાવ ઠાકુર્લી ખાતે રેલવે ફાટક છે. આ ફાટક બંધ કરવા માટે રેલવે દ્વારા તહેનાત કરવામાં આવેલા કર્મચારીની બેદરકારીને પગલે અકસ્માત થતા થતા રહી ગયો.
મંગળવારની મધરાતે બે વાગ્યાની આસપાસ આ ફાટક ખુલ્લું હતું. એક જાગરુક નાગરિકે ટ્રેન આવતી જોઈ અને તેણે ફાટક નજીકની કેબિનમાં જઈને કર્મચારીનું ધ્યાન દોરવા દોટ મૂકી હતી. કેબિનમાં જઈને જોતાં કર્મચારી ભર ઊંઘમાં હતો. રાતનો સમય હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.


બાળાસાહેબાંચી શિવસેના પક્ષના યુવા સેના પદાધિકારી દિપેશ મ્હાત્રેએ રેલવે કર્મચારીની આ બેદરકારી સામે પગલાં લેવાની કરી છે અને આવી માગણી કરતો એક ટ્વીટ પણ રેલવે પ્રશાસનને કર્યું છે.
આ બાબતે રેલવે દ્વારા આ વીડિયો ક્યારનો છે તેની તપાસ કરવાનું શરુ કરી દીધું છે. પણ પહેલી નજરે આ વીડિયો જોતાં પરિસ્થિતિ જોખમી નથી એવું જણાઈ રહ્યું છે, કારણ કે ટ્રેન ફાટકથી દૂર ચોક્કસ અંતરે આવીને રોકાઈ ગઈ છે. જ્યારે ફાટક ખૂલ્લું હોય ત્યારે સિગ્નલ લાલ હોય છે એટલે ટ્રેન ફાટક ક્રોસ કરે એવી શક્યતા જ નથી. ફાટક બંધ થાય ત્યારે સિગ્નલ ગ્રીન થાય છે અને ટ્રેન ફાટક ક્રોસ કરીને પસાર થાય છે. હાલની પરિસ્થિતિમાં તો સિગ્નલ લાલ હોવાને કારણે ટ્રેન ઊભી રહી હોવાનું દેખાય છે. આ પ્રકરણે વધુ તપાસ કરવામાં આવશે, એવું રેલવે દ્વારા જણાવવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -