મુંબઈ: લોકસભાના સભ્ય રાહુલ શેવાળેએ મંગળવારે મુંબઈ હાઈ કોર્ટમાં એક પિટિશન દાખલ કરીને મહિલા દ્વારા અપમાનજનક અને ખોટા નિવેદનો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવાથી રોકવાની અપીલ કરી હતી.
૩૩ વર્ષની દુબઈસ્થિત મહિલાએ શેવાળે પર લગ્નની લાલચે બળાત્કારનો આરોપ લગાવ્યો છે અને આ પ્રકરણે એફઆઈઆર નોંધવામાં આવે એવી માગણી કરી છે.
તેણે વિવિધ સોશ્યલ મીડિયા પોસ્ટ કરીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પણ ઓનલાઈન ફરિયાદ કરી છે.
શેવાળેએ પોતાની પિટિશનમાં કહ્યું હતું કે આ મહિલા
દ્વારા સોશ્યલ મીડિયા પર ચલાવવામાં આવતા જુઠાણાં બદલ તેની સામે કાર્યવાહી કરવામાં આવે એવો નિર્દેશ કોર્ટે સરકારને આપવો.
પિટિશનમાં શેવાળેએ કહ્યું છે કે આ મહિલાને ૨૦૨૦માં એક મિત્રની મધ્યસ્થીથી મળ્યો હતો અને તેને આર્થિક મદદ પણ કરી હતી, પરંતુ આ મહિલાએ વધુ પૈસાની લાલચે સતામણી શરૂ કરી હતી.
સંસદસભ્યે એવો પણ આરોપ લગાવ્યો છે કે મહિલાએ તેની સાથે અત્યાર સુધીમાં રૂ. ૫૬ લાખની છેતરપિંડી કરી છે. જ્યારે વધુ પૈસા આપવાની ના પાડી એટલે ધમકી આપી રહી છે.