કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને દરેક રાજકીય પક્ષ પોતાની રીતે પ્રચાર પ્રસારમાં વ્યસ્ત છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીએ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ગીગ વર્કર્સ અને ડિલિવરી એજન્ટ્સ સાથે મુલાકાત કરી હતી. તેમણે અલગ અલગ કંપનીઓના ગીગ વર્કર્સ અને ડિલિવરી પાર્ટનર્સની સમસ્યાઓ સાંભળી હતી. આ સાથે રાહુલે આ વર્કર્સ સાથે સાથે મસાલા ઢોસા અને કોફીનો સ્વાદ માણ્યો હતો. તેમણે ડિલિવરી એજન્ટના સ્કૂટર પર સવારી પણ કરી.
રાહુલ ગાંધી સાથેની વાતચીત દરમિયાન ગીગ વર્કર્સે ફરિયાદ કરી હતી કે બેરોજગારીને લીધે તેમને ઓછા પગારવાળી નોકરીઓ લેવાની ફરજ પડી છે. રાહુલ ગાંધીએ તેમની સાથે રમતગમત વિશે પણ ચર્ચા કરી અને તેને તેના મનપસંદ ફૂટબોલ ખેલાડીઓ વિશે પૂછ્યું. Swiggy, Zomato, Blinkit અને Dunzo જેવા એગ્રીગેટર્સના ડિલિવરી પાર્ટનર્સ બેંગલુરુમાં રાહુલ ગાંધીએ ભોજન લેતા પણ જોવા મળ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે રાહુલ ગાંધી હેલ્મેટ પહેરીને ડિલિવરી એજન્ટની પાછળ બેસી જાય છે અને બંને ધીમે ધીમે સમર્થકોની ભીડમાંથી પસાર થાય છે. કોંગ્રેસ નેતાએ તેમની હોટેલ પહોંચવા માટે લગભગ બે કિમી સુધી સ્કૂટર પર મુસાફરી કરી હતી.
That’s How A People’s Leader looks like. ❤️
Rahul Gandhi had a candid conversation with gig workers and delivery partners of Dunzo, Swiggy, Zomato, Blinkit etc at the iconic Airlines Hotel in Bengaluru, today.#KarnatakaWantsCongress pic.twitter.com/kSMyjhs0LR— Supriya Sinha (@psychesupriya) May 7, 2023
“>
કોંગ્રેસ પાર્ટીએ ટ્વીટ કર્યું કે રાહુલ ગાંધીએ આજે બેંગલુરુની પ્રતિષ્ઠિત એરલાઈન્સ હોટેલમાં ગીગ વર્કર્સ અને ડંઝો, સ્વિગી, ઝોમેટો, બ્લિંકિટ વગેરેના ડિલિવરી એજન્ટ્સ સાથે નિખાલસ વાતચીત કરી. કોફી અને મસાલા ડોસા સાથે તેમણે ડિલિવરી કામદારોના જીવન, સ્થિર રોજગારનો અભાવ અને મૂળભૂત ચીજવસ્તુઓની વધતી કિંમતો વિશે ચર્ચા કરી. તેમણે એ પણ જાણ્યું કે આ યુવાનોએ શા માટે ગીગ જોબ્સ કરવી પડે છે અને તેમની કામ કરવાની સ્થિતિ શું છે.
નોંધનીય છે કે રાહુલ ગાંધીએ તેમના સમર્થકોને મળવા માટે ઘણી વખત આવા રસ્તા અપનાવતા રહે છે. ભારત જોડો યાત્રા શરૂ કરી ત્યારથી તેઓ મુલાકાતો અને જાહેર સભાઓ દ્વારા વ્યક્તિગત રીતે જનતા સુધી પહોંચવા અને સામાન્ય લોકો સાથે વાર્તાલાપ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.