કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગ અને કાશ્મીરી પંડિતોની હિજરતને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, સત્તામાં આવ્યા બાદ મોટી મોટી વાતો કરનારા દેશના પીએમ આજે સત્તાનું સુખ ભોગવી રહ્યા છે અને કાશ્મીરી પંડિતો તેમના જ ઘરમાં શરણાર્થી બની ગયા છે. આ વર્ષે કાશ્મીરમાં 30 ટાર્ગેટ કિલિંગ્સની ઘટના બની હોવાથી પંડિતો હિજરત કરી રહ્યા છે. યુપીએ દ્વારા કરવામાં આવેલા સારા કાર્યો પર ભાજપ પાણી ફેરવી રહી છે.