વડા પ્રધાન બને તો આ ત્રણ બાબત પર ધ્યાન આપવાનું જણાવ્યું…
નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ‘ભારત જોડો યાત્રા’ના મુખ્ય પ્રણેતા રાહુલ ગાંધી અત્યારે યાત્રાને લઈને ચર્ચામાં છે ત્યારે તાજેતરના એક ઈન્ટરવ્યૂનો વીડિયો લોકોને પસંદ પડી રહ્યો છે, કારણ કે આજ સુધી ક્યારેય વ્યક્તિગત રીતે લગ્ન વિશે ક્યારેય વાત કરી નથી.
રાહુલ ગાંધીએ પોતાની પસંદ-નાપસંદની પણ અનેક વાતો જાણવા મળી છે, જેમાં ખાસ કરીને લાઈફ પાર્ટનરની પણ ખરી. 22મી જાન્યુઆરીના રાજસ્થાનમાં ભારત જોડો યાત્રા દરમિયાન એક ચેનલને આપેલી મુલાકાતમાં રાહુલ ગાંધીએ તેમના લગ્ન, ડાયેટ, કામગીરી અને પસંદગીની ડિશ, રેસ્ટોરાં વગેરે અંગે ઘટસ્ફોટ કર્યો હતો. ઉપરાંત, વડા પ્રધાન બને તો સૌથી પહેલા શું કરે એ વાત પણ જણાવી છે.
લગ્નના પ્લાન અંગેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું લગ્નની વિરુદ્ધમાં નથી. પરંતુ હું એવી લાઈફપાર્ટનર પસંદ કરીશ, જેમાં મારા દાદી ઇન્દિરા ગાંધી અને માતા સોનિયા ગાંધી એમ બંનેની ખૂબીઓ મળતી હોય. વાસ્તવમાં મારા દાદી મારા બીજા માતા હતા. લગ્ન વિશે મારો અભિપ્રાય ઘણો ઊંચો છે, કારણ કે મારા માતાપિતાના લગ્ન પણ ખૂબ સારી રીતે થયા હતા. જોકે, લગ્ન માટે મારું કોઈ ચિકલિસ્ટ નથી, પરંતુ માત્ર પ્રેમાળ જીવનસાથી બુદ્ધિશાળી હોવી જોઈએ. ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન મારી જ પાર્ટીના અનેક લોકોએ મને દાઢી કાપવા અંગે જોરદાર દબાણનો સામનો કરવો પડ્યો હતો, એવું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.
રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે જો તમે વડા પ્રધાન બનો તો શું કરો તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો હું વડા પ્રધાન બનું તો શિક્ષણ પ્રણાલીને બદલી નાખશે. મધ્યમ કક્ષાના વ્યવસાયોને મદદ કરશે અને ખેડૂતો-બેકાર યુવાનોની સાથે મુશ્કેલ સમયમાં પસાર થઈ રહેલા લોકોની સાથે ઊભા રહેશે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પોતે હંમેશાં કોઈના કોઈ રીતે શારીરિક કામગીરી કરીને સક્રિય રહે છે. માર્શલ આર્ટ સિવાય ડાઈવિંગ પણ જાણે છે. ભારત જોડો યાત્રા દરમિયાન પણ નિયમિત રીતે માર્શલ આર્ટના ક્લાસ લે છે અને પોતાની ડાયેટનું પણ પાલન કરે છે. તેમણે કહ્યું હતું કે મને ખાસ કરીને રોટલી વધુ ભાવે છે. નોનવેજ ડીશમાં પણ ચિકન ટીક્કા હોય કે પછી શીખ કબાબ, સાદી આમલેટ કેમ ન હોય. ગાંધી પરિવારના લાડલા એવા રાહુલ ગાંધી કહે છે કે મને સવારે કોફી પીવાનું વિશેષ પસંદ છે, જ્યારે પસંદગીની જગ્યા જૂની દિલ્હી છે, જ્યારે મનપસંદ રેસ્ટોરાં મોતી મહલ, સાગર, સ્વાગત વિશેષ પસંદ હોવાનું જણાવ્યું હતું.
Check out this fun interaction between @RahulGandhi and Kamiya Jani of Curlytales where they discuss food, travel, marriage plans, first paycheck & much more…
Click on the link below to watch the full video.https://t.co/K5JKixgQXb#BharatJodoYatra pic.twitter.com/i5lzQvFHXs
— Congress (@INCIndia) January 22, 2023