કેન્દ્રીય નાણાપ્રધા નિર્મલા સીતારમણે આજે નાણાકીય વર્ષ 2023-24 માટે બજેટ રજૂ કર્યું હતું. બજેટ સત્રમાં ભાગ લેવા માટે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પૂરી કરીને સંસદ ભવન પહોંચ્યા હતા. જ્યારે તેઓ સંસદ ભવનમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ પક્ષના સાથી સાંસદોએ તેમના સમર્થનમાં ‘ભારત જોડો’ના નારા લગાવ્યા હતા. રાહુલ ગઈ કાલે મંગળવારે (31 જાન્યુઆરી) શ્રીનગરથી દિલ્હી પરત ફર્યા હતા.
#WATCH बजट सत्र के लिए राहुल गांधी के संसद पहुंचने पर भारत जोड़ो यात्रा के नारे लगे।
#Budget2023 pic.twitter.com/hSSFgK9pLz— ANI_HindiNews (@AHindinews) February 1, 2023
“>
7 સપ્ટેમ્બર 2022ના રોજ તામીલનાડુના કન્યાકુમારીથી નીકળેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રા લગભગ પાંચ મહિના પછી 30 જાન્યુઆરી સોમવારે કાશ્મીરના શ્રીનગરમાં સમાપ્ત થઈ હતી. આ દરમિયાન રાહુલ ગાંધી 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થયા.
યાત્રાની સમાપ્તિ બાદ આયોજિત રેલીમાં તેમણે કહ્યું કે તેમણે આ યાત્રા પાર્ટી અને પોતાના માટે નહીં પરંતુ દેશની જનતા માટે કાઢી છે. આ દરમિયાન તેમની સાથે મંચ પર હાજર વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ રાહુલ ગાંધીને આશાનું કિરણ ગણાવ્યા હતા.
ભારત જોડો યાત્રાના સમાપન બાદ રાહુલ ગાંધી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને પહોંચતા સમર્થકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. દિલ્હીમાં તેમના નિવાસસ્થાનના દરવાજાને શણગારવામાં આવ્યા હતા. કેટલાક લોકોના હાથમાં પ્લેકાર્ડ લઈને આવ્યા હતા તો કેટલાક લોકોએ રાહુલ ગાંધીને ગુલદસ્તા આપ્યા હતા.