Homeદેશ વિદેશRavindranath Tagore Birth Aniniversary: આ ફિલ્મો જોઈને સેલિબ્રિટ કરો રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ...

Ravindranath Tagore Birth Aniniversary: આ ફિલ્મો જોઈને સેલિબ્રિટ કરો રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ દિવસ

આજે રવિન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતિ છે. સાહિત્ય જગતમાં રવિન્દ્રનાથ ટાગોરનું ખૂબ જ મોટું નામ છે અને તેમને કોઈ વિશેષ પરિચયની જરૂર નથી. તેમની અનેક વાર્તાઓ પરથી હિન્દી ફિલ્મો બનાવવામાં આવી છે. નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ ભારતીય રવિન્દ્રનાથ ટાગોરની આજે 7મી મેના રોજ જન્મજયંતિ છે. ભારતના રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ના લેખક રવિન્દ્રનાથ ટાગોરે કવિતા, સાહિત્ય, નાટક અને સંગીત સહિત અન્ય ઘણા ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા દર્શાવી હતી. રવિન્દ્રનાથ ટાગોરની કૃતિઓ પર હિન્દી સિનેમામાં ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલો બનાવવામાં આવી છે, જેને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. આજે અમે અહીં તમને એવી જ કેટલીક ફિલ્મોના નામ જણાવવા જઈ રહ્યા છીએ જે રવિન્દ્રનાથ ટાગોરની કૃતિઓ પર બની છે. દો બીઘા જમીન વર્ષ 1953માં રિલીઝ થયેલી બિમલ રોયની ફિલ્મ ‘દો બીઘા જમીન’ને આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ મેળવનાર આ પ્રથમ ભારતીય ફિલ્મ હતી. આ ફિલ્મમાં બલરાજ સહાની અને નિરુપમા રોય મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મની વાર્તા રવિન્દ્રનાથ ટાગોરની બંગાળી રચના ‘દુઇ બીઘા જોમી’ પર આધારિત હતી.

ફિલ્મ- ચોખેર બાલી
ઋતુપર્ણો ઘોષે રવિન્દ્રનાથ ટાગોરની ટૂંકી વાર્તા પર વર્ષ 2003માં ‘ચોખેર બાલી’ નામની એક ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં મિસ યુનિવર્સ ઐશ્વર્યા રાય બચ્ચન મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મને પણ અનેક મોટા પુરસ્કારો મળ્યા હતા.

Chokher Bali
Image: IMDB/ Venus Film

ફિલ્મ – બાયોસ્કોપવાલા
દો બિઘા જમીન અને ચોખેર બાલીથી આગળ વધીએ અને વાત કરીએ ત્રીજી ફિલ્મની.
હિન્દી ડ્રામા ફિલ્મ ‘બાયોસ્કોપવાલા’ વર્ષ 2017માં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મની વાર્તા રવિન્દ્રનાથ ટાગોરની કાબુલીવાલા નામની ટૂંકી વાર્તા પર આધારિત હતી. આ ફિલ્મમાં ડેની ડેન્ઝોંગપા અને ગીતાંજલિ થાપા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

Bioscopewala
| Star Studio

ફિલ્મ- કાબુલીવાલા
બિમલ રોયે 1961માં રવિન્દ્રનાથ ટાગોરની વિશ્વ પ્રસિદ્ધ વાર્તા કાબુલીવાલા પર ફિલ્મ ‘કાબુલીવાલા’ બનાવી હતી. આ ફિલ્મમાં બલરાજ સાહનીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનું ગીત ‘યે મેરે પ્યારે વતન યે મેરે બિછડે વતન’ લોકોને આજે પણ પસંદ છે…

Kabuliwala
| Screengrab Shemaroo

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -