Homeલાડકીસુંદર દેખાવા માટેનાં ક્વિક ફાઈવ સ્ટેપ્સ

સુંદર દેખાવા માટેનાં ક્વિક ફાઈવ સ્ટેપ્સ

જ્યારે પણ આપણે બોલીવૂડ સેલેબ્સને જોઈએ છીએ ત્યારે સૌથી પહેલી કોઈ વસ્તુ નોટિસ થતી હોય તો તે છે તેમની ફેશનસેન્સ… અને આપણે પણ અજાણતાં જ એમની ફેશનસેન્સને ફોલો કરવાનો પ્રયાસ કરીએ છીએ, જેમાં કેટલીક વખત સફળ થઈએ છીએ તો ઘણી વખત આપણને નિષ્ફળતા પણ મળે છે. આડે આપણે અહીં વાત કરીશું કેટલીક એવી નાની નાની ટિપ્સ વિશે કે જેને તમે ફોલો કરીને સિમ્પલ બટ અટ્રેક્ટિવ લૂક મેળવી શકો છો.

ટાપટીપ -નિધિ ભટ્ટ

હેરડુમાં કરો એક્સપરિમેન્ટ
હંમેશા સતત કંઈકને કંઈક એક્સપરિમેન્ટ કરવું જોઈએ અને એટલે હેયરસ્ટાઈલ સાથે પણ એક્સપરિમેન્ટ કરો. બન્સ, બ્રેડ્સથી લઈને પોનીટેલ, વેવ્ઝ સુધીની હેયરસ્ટાઈલ ટ્રાય કરીને તમે તમારા લૂકને બદલવાની ટ્રાય કરી શકો છો.
રેડ હૈ ઓલ્વેઝ ઈન…
ફેશનવર્લ્ડમાં કેટલીક વસ્તુઓ કે કલર્સ એવા હોય છે કે જે ક્યારેય આઉટ ઓફ ડેટ નથી થતા અને એમાંથી જ એક એટલે રેડ. રેડ લિપ્સ્ટિક ક્યારેય આઉટડેટેડ નથી થતી અને એટલે જ તમારા કલેક્શનમાં રેડ કલરની લિપ્સ્ટિક તો હોવી જ જોઈએ. હંમેશા જ રેડ કલર ગેમ ચેન્જર અને સ્ટેટમેન્ટ મેકર રહ્યો છે, એટલે તમે પણ જ્યારે તમને ચાન્સ મળે ત્યારે તમારા કોન્ફિડન્સને બહાર લાવવા માટે રેડ કલરની લિપ્સ્ટિક ટ્રાય કરવાનું
ચૂકશો નહીં!
બ્લશનો દબદબો
અમુક પ્રકારના સ્કીન ટોન માટે બ્લશ ખૂબ જ જરૂરી હોય છે. બલ્શ ચહેરા પરની ચમક વધારવાની સાથે સાથે તેની સુંદરતામાં પણ વધારો કરે છે. પીચ કલરથી લઈને ન્યુડ્સ, પ્લમથી લઈને પિંક કલરના અલગ અલગ ઢગલો શેડ્સના વિકલ્પ તમારી પાસે છે, એટલે બ્લશ ઈઝ મસ્ટ ઈન યોર મેકઅપ કિટ…
મેટેલિક આઈઝ
આઈ મેકઅપ મસ્ટ હોય છે મહિલાઓ માટે અને એવું કહેવાય છે કે આઈ મેકઅપમાં સતત કંઈક નવુંનવું આવતું જ હોય છે. તમે જેટલાં વધુ ઊંડા ઉતરો છો આ આઈ મેકઅપમાં એટલું ઓછું જ લાગે છે, પણ અત્યારે ટ્રેન્ડમાં મેટેલિક શેડ્સ છે, એટલે તમે પણ તમારી આંખો માટે મેટલિક શેડસ ટ્રાય કરી શકો છો.
કેટ આઇલાઈનર કી બાત હૈ નિરાલી
જેમ રેડ લિપ્સ્ટિક ક્યારેય બ્યુટી પ્રોડક્ટ્સમાંથી આઉટડેટેડ નથી થતી એ જ રીતે કેટ આઈલાઈનર પણ એક એવી જ પેટર્ન છે. રેડ લિપ્સની જેમ જ કેટ આઈલાઈનર પએ આઈકૉનિક છે અને કેટ આઈલાઈનર તમારા લૂકને ચાર ચાંદ લગાવે છે. એટલે તમે પણ આ કેટ આઈલાઈનર ટ્રાય કરી શકો છો.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -