યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને પારાવાર નુકસાન થયું છે અને ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં યુક્રેનમાં પોતાનું સૌન્ય મોકલાવ્યું ત્યારે અનેક લોકોને વિશ્વાસ હતો કે આ યુદ્ધને કારણે યુક્રેનને પારાવાર નુકસાન ઉઠાવવું પડશે, પણ યુક્રેન પોતાના સૌથી મજબૂત પડોશી સામે અડીખમ ટકી રહ્યું છે.
હવે પરિસ્થિત બદલાઈ ગઈ હોઈ નિષ્ણાતોએ રશિયા બદ્દલ અને એમાં પણ રશિયાના રાષ્ટ્રાધ્યક્ષ વ્લાદિમીર પુતિન વિશે ટિપ્પણી કરવામાં આવી રહી છે. રશિયાના ભૂતપૂર્વ રાજકીય નિષ્ણાત દ્વારા એવી ટિપ્પણી કરી છે કે જો પુતિન પોતાની શરતો પર યુદ્ધ જિતવામાં નિષ્ફળ જશે તો તેમને આગામી સમયમાં રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવશે.
ગયા વર્ષે યુક્રેન સામે યુદ્ધ છેડાયું ત્યાર બાજ જાહેરમાં રાજીનામું આપનારા બોરિસ બોંડારેવ દ્વારા એક ન્યુઝ ચેનલને આપેલી મુલાકાતમાં એવું જણાવવામાં આવ્યું હતું કે વ્લાદિમીર પુતિનની ખુરશી છિનવાઈ શકે છે. તે કોઈ સુપરહીરો નથી, તેમની પાસે કોઈ મહાસત્તા નથી અને તેઓ એક સામાન્ય હુકુમશાહ જ છે.
બોરીસ બોંડારેવ્હ જિનિવા ખાતેના રશિયાના રાજનૈતિક મિશનમાં શસ્ત્રાશસ્ત્ર નિયંત્રણ તરીકે કામ કરતાં હતા, તેમણે આગળ એવું જણાવ્યું હતું કે ઈતિહાસ પર નજર કરીએ તો હુકુમશાહ સમયાંતરે બદલાઈ જાય છે. તેથી જો પુતિન યુદ્ધમાં પરાજિત થશે તો પોતાના સમર્થકોની જરૂરિયાતોને નહીં સંતોષી શકે અને સમર્થકો તેમને છોડી દેશે. બોરીસ બોંડારેવ્હએ એ રશિયન મુત્સદી હતા કે જેમણે યુદ્ધના વિરુદ્ધમાં જાહેરમાં રાજીનામું આપ્યું હતું.