Homeઉત્સવકર્મ...ધર્મ

કર્મ…ધર્મ

પુસ્તકોની દુનિયા- લે. અરૂણા દેવ ‘દાસી’

પ્રકાશક: એન. એમ. ઠક્કરની કંપની, ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, ગોવિંદ બિલ્ડિંગ, મુંબઈ-૨. મો. નં. ૯૯૬૭૪૫૪૪૪૫. મૂલ્ય: રૂ. ૨૫૦/-.
અરૂણાબેનની મૂળ પ્રકૃતિ આધ્યાત્મની. એમની વાતોમાં જીવનનો મર્મ પ્રકટ થયા જ કરે. સાચું કર્મ કે નિષ્કામ કર્મ એજ આપણો ધર્મ છે. અરૂણાબેન કર્મના સિદ્ધાંતોને આપણી સમક્ષ હળવી શૈલીમાં મૂકી આપે છે. પુસ્તક તો આપણી એકલતાનો સહારો છે. આપણી એકલતાને ભર્યા ભર્યા એકાંતમાં રૂપાંતરિત કરવાની તાકાત પુસ્તકમાં છે. તેમની કલમ વિવિધ વિષયોમાં ફરે છે.
કર્મ ઉપરાંત, દેખતી માનો કાગળ, મરણનું સ્મરણ, સાઈઠ પછીનો સૂર્યોદય (વાર્તા સંગ્રહ) વગેરે
અનેક પુસ્તકો તેમણે લખ્યાં છે. વાચવા અને વહેંચવા જેવું આ આખું પુસ્તક છે. સમગ્ર પુસ્તક પ્રશ્ર્નોત્તરીરૂપે લખાયું છે.

મઝલુમ મુસાફિરો
લેખક: મરીઝ
પ્રકાશક: હેમંત એન. ઠક્કર, એન. એમ. ઠક્કરની કંપની, ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨. મો. નં. ૯૯૬૭૪૫૪૪૪૫. મૂલ્ય: રૂ. ૨૫૦/-
ઈ.સ. ૧૯૫૮ની સાલમાં સ્વ. મરીઝ સાહેબે લખેલા દુર્લભ પુસ્તકની નવી આવૃત્તિની ગણતરીની નકલો એન. એમ. ઠક્કરની કંપની દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. આ પુસ્તકમાં પ્રથમવાર સ્વ. મરીઝે કરબલાનો ઈતિહાસ પોતાની કસાયેલી કલમે રજૂ કર્યો છે, ઉપરાંત ધાર્મિક નઝમો, મુક્તકો, ગઝલો, નોહા, મરશિયા ઈત્યાદિ તો છે જ. “મુબારક એ સમય જેની હજી પણ યાદ આવે છે, દિવસ ને રાત શું એની ક્ષણેક્ષણ યાદ આવે છે. હવે એ સ્વપ્ન સમ ક્ધિતુ હજી આંખોમાં જાગે છે હજી ગઈ રાતની હો વાત એવું દિલને લાગે છે.
મરીઝના ચાહકોએ – ગઝલ પ્રેમીઓએ – ઈતિહાસ પ્રેમીઓએ વસાવવા જેવું પુસ્તક.

જ્યોતિષશાસ્ત્ર અને ફળાદેશનો સંપૂર્ણ મહાગ્રંથ
લેખક: જ્યોતિષાચાર્ય વિનોદભાઈ બ્રહ્મભટ્ટ.
પ્રકાશક: એન. એમ. ઠક્કરની કંપની, ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨. મો. નં. ૯૯૬૭૪૫૪૪૪૫.
પૃષ્ઠ સંખ્યા: ૯૮૬. મૂલ્ય: રૂ. ૧૪૦૦/- પરંતુ તા. ૩૦/૫/૨૩ સુધી પ્રચારાર્થે ફકત રૂ. ૧૦૦૦/-માં મળશે.
જ્યોતિષશાસ્ત્રનો ૨૭ વર્ષો સુધી અભ્યાસ કર્યા બાદ રચાયેલો સંપૂર્ણ મહાગ્રંથ (અક્ષ ઊક્ષભુભહજ્ઞાયમશફ જ્ઞર અતિિંજ્ઞહજ્ઞલુ શક્ષ ૠીષફફિશિં) જ્યોતિષ વિજ્ઞાનના ઊંડા અભ્યાસ અને અનુભવથી કસાયેલી કલમે લખાયેલ આ દળદાર ગ્રંથમાં જ્યોતિષનું મહત્ત્વ, કાળના અંગો, ખગોળમાન, કાળગણના કોષ્ટકો, નક્ષત્ર વિચાર – વિસ્તાર, ચોઘડીયા, જન્મકુંડળીના બાર ભવનોનો ફળાદેશ, ગ્રહો અને કારકતત્ત્વો, કુંડળીનાં સ્થાનો, જન્મકુંડળીના યોગો, બાર રાશિઓ, બાર લગ્નોના ગુણધર્મ, વિશેષતાઓથી લઈ રાજયોગો સુધીની સવિસ્તાર ચર્ચા, બારેય સ્થાનોમાં જુદા જુદા ભાવમાં રહેલા ગ્રહોની દૃષ્ટિ, યુતિઓ અને સ્થિતિનો પ્રભાવ, શુભ – અશુભ યોગોની સમજણ, શનિની અસર, ટૂંકમાં જાતકના જન્મ જીવન અને મૃત્યુ પર્યંતની સમસ્યાઓ અને સિદ્ધિઓ વિશે જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ સંપૂર્ણ માર્ગદર્શન આપતો આ અનોખો મહાગ્રંથ છે. માત્ર એક જ દળદાર ગ્રંથમાં જ્યોતિષ વિષે સંપૂર્ણ માહિતી આ દળદાર ગ્રંથમાં આપવામાં આવી છે જેથી બીજો કોઈ ગ્રંથ વાચવાની જરૂર ન રહે. જ્યોતિષશાસ્ત્ર શીખવા ઈચ્છનાર સૌને તેમજ વિદ્વાન જ્યોતિષીઓને આ મહાગ્રંથ ખૂબ ઉપયોગી સાબિત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -