મુંબઈઃ જાણીતી અભિનેત્રી અનન્યા પાંડે અવારનવાર એક યા બીજા કારણોસર હેડલાઇન્સમાં છવાયેલી રહે છે, જેમાં ગઈકાલે એક ઈવેન્ટમાં એક્ટર પિતા ચંકી પાંડે સાથે ગોલ્ડન બેગ (બકેટ સ્ટાઈલ) લઈને પહોંચ્યા પછી અનન્યા પાંડે ટ્રોલ્સ થઈ હતી. અનન્યાએ સ્ટાઇલિશ પિંક ડ્રેસ સાથે બકેટ સ્ટાઇલની બેગ લઈ પહોંચી હતી, ત્યારબાદ તેને બ્યુટિફૂલ ફોટોશૂટ કરાવ્યું હતું.
આ ઈવેન્ટમાં તેની એન્ટ્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે ડોલની જેમ ડિઝાઇન કરેલી બેગ લઈને અંદર જતી જોવા મળે છે. અનન્યા પાંડે એક ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચી હતી. જ્યાં તેના ઓલ પિંક લૂકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ દરમિયાન અનન્યાએ પિંક કોટ અને સેમ સ્ટોકિન્સ સાથે પિંક હિલ્સ પહેરી હતી.
બોલ્ડ એન્ડ બ્યુટિફુલ અંદાજને લઈ અનન્યા પાંડે હંમેશાં ટ્રોલર્સના નિશાના પર રહે છે. આજે પિંક ડ્રેસના ફોટોશૂટને લઈ સોશિયલ મીડિયા પર લોકોએ તેને ટ્રોલ કરી હતી. એક યૂઝરે લખ્યું હતું કે પર્સ કે બકેટ. તે જ સમયે બીજાએ લખ્યું હતું કે જતી વખતે દાળની ડોલ અંદર લઈ જાઓ. અન્ય બીજા એક ટ્રોલરે લખ્યું હતું કે તેના પર્સનું કદ તેના સંઘર્ષ જેટલું છે.
બોલીવૂડમાં બોઈકોટના ટ્રેન્ડ વિશે વાત કરતાં અનન્યાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે આ બધી બાબતોને ગંભીરતાથી લેવાનું બંધ કરી દીધું છે. તે હવે આ બધી બાબતોથી દૂર રહે છે. મને લાગે છે કે આ એક સાઈકલ જેવું છે. દરરોજ કોઈ ને કોઈનો બહિષ્કાર થઈ રહ્યો છે અથવા બધાનો બહિષ્કાર થઈ રહ્યો છે. અમે અમારો ટ્રેક ગુમાવી રહ્યા છીએ. મેં કોઈને પૂછ્યું કે શું મારો બહિષ્કાર કરવામાં આવ્યો હતો તો હવે બધું બરાબર છે.
પણ વાસ્તવમાં મને દરરોજ નવી વસ્તુઓ જાણવા મળે છે અને એ બાબત હું સમજી ગઈ છું. તમારે જાણવું જોઈએ કે કઈ બાબતોને ગંભીરતાથી લેવી જોઈએ અને હું તેને ગંભીરતાથી લેતો નથી. અનન્યા પાંડેની આગામી ફિલ્મોની વાત કરીએ તો આયુષમાન ખુરાની સાથે જોવા મળશે, જ્યારે ડ્રીમ ગર્લ ટૂમાં જોવા મળશે. આ અગાઉ લાઈગરમાં જોવા મળી હતી, જે ફ્લોપ પર ગઈ હતી.