હેડિગ વાંચીને ગુંચવાઈ જાઓ એ પહેલાં તમને જણાવી દઈએ કે અહીં બોલિવુડ અભિનેત્રી કેટરિના કૈફની નહીં પણ પંજાબની કેટરિના કૈફ ગણાતી શહેનાઝ ગિલની વાત થઈ રહી છે. પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પોતાના અવાજથી લોકોના દિલને સ્પર્શવાની ક્ષમતા ધરાવતા ગાયક કંવર ચહલનું નિધન થયું છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે કંવર ચહલ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના ઉભરતા સિતારાઓમાંના એક હતા જેના સંગીતને લઈને ઘણા સપના હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કંવરે શહનાઝ ગિલ સાથે પણ કામ કર્યું છે. કંવર ચહલના અકાળે નિધનના સમાચારે સૌને ચોંકાવી દીધા છે. સિંગરના અંતિમ સંસ્કાર પંજાબના માનસામાં ભીખી પાસે કરવામાં આવશે, જ્યાં તેમનો પરિવાર અને મિત્રો તેમને અંતિમ વિદાય આપશે.
મળી રહેલી માહિતી અનુસાર કંવર ચહલે શહનાઝ ગિલ સાથે ‘મઝે દી જટ્ટી’માં સાથે કામ કર્યું હતું. કંવર ચહલનું પહેલું ગીત ‘ગલ સુન જા’ જબરદસ્ત હિટ રહ્યું હતું. આ ઉપરાંત તેણે ‘ડોર’, ‘ઈક વોર’, ‘બ્રાન્ડ’ જેવા હિટ ગીતો પણ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને આપ્યા છે. તમારી જાણ માટે કે તાજેતરના સમયમાં પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને આવા અનેક આંચકોનો સામનો કરવો પડ્યો છે. આ પહેલાં પ્રખ્યાત ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યા કરવામાં આવી હતી, જ્યારે ગાયક નિર્વૈર સિંહે રોડ એક્સિડન્ટમાં જીવ ગુમાવ્યો હતો.