પંજાબના ભટિંડામાં બુધવારે વહેલી સવારે એક મિલિટરી સ્ટેશન પર થયેલા ગોળીબારમાં ચાર લોકોના મોત થયા હતા. ગોળીબાર બાદ સુરક્ષા દળોએ વિસ્તારોને કોર્ડન કરી લીધા છે. વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.
સેનાના સાઉથ વેસ્ટર્ન કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આજે સવારે લગભગ 4.35 વાગ્યે ભટિંડા મિલિટરી સ્ટેશનની અંદર ગોળીબારની ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા. ઘટના બાદ સ્ટેશન ક્વિક રિએક્શનની ટીમોને સક્રિય કરવામાં આવી હતી અને વિસ્તારને કોર્ડન કરીને સીલ કરવામાં આવ્યો હતો. સર્ચ ઓપરેશન ચાલુ છે.
#WATCH | The gates of the Bathinda Military Station have been closed following a firing incident that has left four dead. Punjab police sources have said that there is no terror angle to the incident.
Visuals from outside the military station deferred by unspecified time. pic.twitter.com/b91Wc75WeX
— ANI (@ANI) April 12, 2023
કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોર સાદા યુનિફોર્મમાં હતો. આ હુમલામાં કેટલા લોકો ઘાયલ થયા તેની માહિતી મળી શકી નથી. ભટિંડા પોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે મિલિટરી સ્ટેશનમાં ફાયરિંગ આતંકવાદી ઘટના નથી.