મુંબઈઃ મહારાષ્ટ્રના સાંસ્કૃતિક શહેર તરીકે ઓળખાતા પૂણેમાંથી મગજને સુન કરી નાખે એવા સમાચાર આવી રહ્યા છે. પૂણેના ઔંધમાં રહેતા સુદિપ્તો ગાંગુલી નામના આઈટી એન્જિનિયરે પત્ની અને આઠ વર્ષના દીકરાની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીદી હતી. પત્ની અને દીકરાની પોલિથિનથી ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. મળી રહેલી માહિતી અનુસાર થોડાક સમય પહેલાં જ સુદિપ્તોએ નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો.
પુણે પોલીસના જણાવ્યા અનુસાર પુણે જિલ્લાના ઔંધની એક ઈમારતમાંથી ત્રણ જણના મૃતદેહ બહાર કાઢવામાં આવતા આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. સુદિપ્તો પશ્ચિમ બંગાળના રહેવાસી હતા અને તેમણે પહેલાં પત્ની પ્રિયંકા અને દીકરા તનિષ્કની હત્યા કરી અને ત્યાર બાદમાં તેણે ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
પુણેના ચતુશૃંગી પોલીસ સ્ટેશનમાં તેમના પરિવારજનોએ એન્જિનયરની મિસિંગ કમ્પ્લેઈન્ટ નોંધાવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાવી દીધા હતા. આ સિવાય પોલીસને ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસ આ મામલાની વધુ તપાસ હાથ ધરાઈ છે.
આ પહેલાં દિલ્હીમાં પણ આવી જ ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જ્યાં એક વ્યક્તિએ ચાર વર્ષના દીકરા સામે પત્ની અને બે વર્ષના દીકરાની ચાકુ ભોંકીને હત્યા કરી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા મળી રહેલી માહિતી અનુસાર આ વ્યક્તિને પત્નીના અનૈતિક સંબંધો અંગે શંકા હતી અને એને કારણે જ બંને વચ્ચે અવારનવાર વિવાદ થતા રહેતા હતા.