સુરત શહેર તથા ગુજરાતનું ગૌરવ વધારતા એક સમાચાર સામે આવી રહ્યા છે અને આ સમાચાર અનુસાર હાલમાં જ પ્રકાશિત ફોર્બ્સ ઈન્ડિયાની 2023ની અબજોપતિઓની યાદી. આ યાદી ખુબ જ ચર્ચામાં છે. આ યાદીમાં જેમાં 168 ભારતીય ઉદ્યોગપતિઓએ દુનિયાભરના 2259 અજબોપતિઓની પ્રતિષ્ઠિત યાદીમાં પોતાનું સ્થાન બનાવીને દેશનું નામ રોશન કર્યું છે. આ યાદીમાં સુરતના અશ્વિન દેસાઈના નામનો પણ સમાવેશ થાય છે. અશ્વિન દેસાઈએ માત્ર આ યાદીમાં જગ્યા જ બનાવી છે એવું નથી, પણ આવું કરનાર તેઓ સુરતના પ્રથમ સુરતના નિવાસી પણ બન્યા છે.
આ સમાચાર મળતાં જ સુરતીલાલાઓમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું અને સુરતના ઉદ્યોગ સંગઠનોએ સ્વાગત કર્યું છે. તેમણે અશ્વિન દેસાઈને તેમની આ ખાસ સિદ્ધિ માટે શુભેચ્છા આપી છે. સચિન જીઆઈડીસીમાં આવેલ ઈથર ઈન્ડસ્ટ્રીઝનું વિશેષ રાસાયણીક ઉદ્યોગમાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે અને આ ક્ષેત્રમાં અશ્વિન દેસાઈના દાયકાઓના અનુભવે તેમની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
70 વર્ષીય એશ્વિન દેસાઈ એથર ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેમણે 1974માં કેમિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી હતી. તેમને કેમિકલ ઉદ્યોગમાં અનેક વર્ષોનો અનુભવ છે. તેમણે વર્ષ 2013માં એથરની શરૂઆત કરી હતી. તેઓ પોતાના બે પુત્રો સાથે આ કંપની ચલાવે છે.
ફોર્બ્સની ભારતીય યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના ગૌતમ અદાણી ટોપ પર છે. ફોર્બ્સ ઈન્ડિયા પત્રિકાએ સુરત અને ગુજરાતનું ગૌરવ વધારતા અશ્વિન દેસાઈની પ્રોફાઇલને પોતાના કવર પેજ પર છાપી છે. 169 અબજોપતિઓ સાથે ભારત, યુએસએ અને ચીન બાદ દુનિયામાં ત્રીજા સ્થાન પર છે. યાદીમાં બર્નાર્ડ અરનોલ્ડ અને પરિવાર સૌથી ઉપર છે, ત્યારબાદ એલોન મસ્ક અને જેફ બેઝોસ છે.